રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ શહેરમાં રાત્રી કર્ફયુનો સમય ઘટાડવા તથા રસીકરણ માટેના વધુ સેન્ટરો શરૂ કરવા સરકારશ્રી સમક્ષ કરાયેલ રજૂઆત

વિશ્વવ્યાપી કોરોના મહામારીએ ફરીવાર રાજય તથા સમગ્ર દેશમાં પગ પેસારો કર્યો છે . કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે ગુજરાત રાજય દ્વારા કોરોનાને કાબુમાં લાવવા માટે જરૂરી પગલાઓ અને નિયમોની અમલવારી કરેલ છે તે આવકારદાયક છે . જે અનુસંધાને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નોડલ ઓફિસરશ્રી ( રાજકોટ જીલ્લો ) રાહુલ ગુપ્તા , કલેકટરશ્રીમતી રેમ્યા મોહન તથા મ્યુનિસીપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સમક્ષ નીચે મુજબ રજુઆતો ધ્યાને મુકેલ છે . ( ૧ ) સરકારશ્રીએ શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી રાત્રી કર્ફયુની અમલવારી કરેલ છે . જે સબબ અગાઉ સતત ૨ મહિના આસપાસ લોકડાઉનને કારણે વેપાર – ઉદ્યોગને પારાવાર નુકશાન થયું છે અને આર્થિક મંદીમાં સંપડાયેલ છે . વેપાર – ધંધાએ માંડ માંડ વેગ પકડયો હોય ત્યારે રાત્રી કર્ફયુના સમયમાં ફેરફાર કરવો અયોગ્ય જણાઈ રહયું છે . સાથો સાથ હાલમાં જ રાજયની ઈન્કમટેક્ષ આવકમાં પણ ૧૦ થી ૧૫ % નો ઘટાડો થયો છે ત્યારે વેપાર – ધંધાઓમાં આર્થિક નુકશાન ન થાય અને લોકો સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરી પોતાનો વેપાર – ધંધો મોડે સુધી કરી શકે તે માટે રાત્રી કર્ફયુનો સમય ઘટાડી રાત્રીના ૧૧ થી ૬ રાખવા રજુઆત કરેલ છે . ( ૨ ) કોરોના સંક્રમણના ફેલાવવા તથા તેને કાબુમાં લેવા માટે સરકારે રસી આપવાની શરૂઆત કરેલ છે . જે ખરેખર પ્રસંશનીય અને આવકાદાયક કામગીરી છે . હાલ રસી આપવા માટેની કામગીરી માત્ર સરકારી હોસ્પીટલો , આરોગ્ય કેન્દ્રમાં તથા અમુક જ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે . ત્યારે શહેરની પાત્રતા ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણની કામગીરી કરવાની મંજુરી આપવી જરૂરી છે . જેથી કરીને રસીકરણની કામગીરી ઝડપથી થઈ શકે અને સંક્રમણના ફેલાવવાને અટકાવી શકાય . સરકારશ્રીએ સૌપ્રમથ કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષના વડીલો તથા ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બીડ દર્દીઓને જ રસી આપવાનું નકિક કરેલ છે . પરંતુ હાલ બીજા તબકકામાં કોરોનાની અસર વધુ પ્રસરી ગયેલ હોય ત્યારે ૪૫ વર્ષથી વધુના ઉમરના તમામ લોકોને તાત્કાલીક અસરથી પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવે તેવી રજુઆત કરેલ છે . સાથો સાથ તમામ વેપાર – ઉદ્યોગકારો તથા આમ પ્રજાજનોને કોરોનાની ભયંકર બીજી લહેરને ધ્યાનમાં રાખી સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરી સાવચેતી રાખવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *