પાટણવાવ પોલીસે ભાડેર ગામ પાસેથી 447 પેટી ઇંગ્લિશ દારૂ સાથે ચાર વ્યક્તિઓને ઝડપી પાડેલ

પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.બી. રાણાને મળેલ ચોક્કસ મળેલ હકીકત કે જૂનાગઢ ખાતે રહેતા અમીન અલ્લારખાભાઈ સેતા પોતે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને ભાડેર ગામે રૂપાવટીના કાચા રસ્તે બાવળની કાટમાં વોકળા (તળાવ) પાસેની જગ્યાએ કટિંગ કરનાર હોય જે હકિકના આધારે રેઇડ કરતાં ઇંગ્લિશ દારૂની કુલ 447 પેટી ઝડપી પાડેલી

પાટણવાવ પોલીસે રેડ દરમિયાન અમીનભાઈ અલ્લારખાભાઈ સેતા રહેવાસી જૂનાગઢ, મહમદઉબેશ યાકુબ શેખ રહેવાસી ઉત્તર પ્રદેશ, ઇસ્તકારઅહમદ અબ્દુલગફાર ચૌધરી રહેવાસી ઉત્તર પ્રદેશ, યુનુશભાઈ હાજીભાઈ સોઢા રહેવાસી જૂનાગઢ વાળાને 5364 નંગ દારૂ, ટાટા કંપનીનો ટ્રક, અર્ટિગા કાર, લાકડાના પાટિયા, મોબાઈલ નંગ 6, રોકડ રૂપિયા 4210/- તેમજ તાલપત્રી બાંધવાનું નાળું સહિત કુલ 36,34,910/- રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલા જ્યારે સોહિલ કમાલભાઈ હિંગોળા રહેવાસી જૂનાગઢ, ગુલશેરશેઠ, કારા રાણા કરમટા રહેવાસી જૂનાગઢ તેમજ અર્ટિગા કારના ચાલકને પકડવાના માટેની તજવીજ હાથ ધરી છે

આ સમગ્ર કામગીરી કરનાર માં પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.બી. રાણા, હેડ કોન્સ્ટેબલ અરૂણકુમાર રામજીભાઈ, મેહુલભાઈ વજશિભાઈ, વિશાલકુમાર હુણ, ધર્મેન્દ્રસિંહ દાનુભા, અશોકભાઈ હેમુભાઈ, લોકરક્ષક દિવ્યરાજસિંહ લાલુભા, કેવિનભાઈ મેણશિભાઈ, કોન્સ્ટેબલ પારસભાઈ રસિકભાઈ, લોકરક્ષક ખીમજીભાઈ કરમણભાઈ, દુષ્યંતરાજસિંહ નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ મહિપતસિંહ, વિરજીભાઈ કેશાભાઈ, લોકરક્ષક રવિભાઈ કિશોરભાઈ સહિતનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *