માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ લાઈવ નિહાળતા મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાત કાર્યક્રમ દ્વારા ભારતના અનેક ભાગોમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા, તેમજ શહીદ ભગતસિંહ, મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ, નાનાજી દેશમુખ અને રાજમાતા વિજયરાજે સિંધિયા જેવા અનેક મહાન લોકોને યાદ કર્યા. તેમજ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફરી એકવાર દેશવાસીઓને માસ્ક પહેરવાની તેમજ યોગ્ય સામાજિક અંતર જાળવવા વિશે અપીલ કરી હતી. મન કી બાત કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો. જેમાં મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ લોકસભા ‘ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખશ્રી રાયસીંગભાઈ વસાવા, વાલીયા તાલુકા પ્રમુખ શ્રી સેવનતુ ભાઈ વસાવા, વાલીયા તાલુકા મહામંત્રીશ્રી પ્રતીકસિંહ, વાલીયા તાલુકા પંચાયત સભ્ય શ્રી શિવરામભાઈ, નેત્રંગ તાલુકા પ્રમુખશ્રી માનસિંગભાઈ વસાવા, મહામંત્રી શ્રી પરેશભાઈ ભાટીયા તથા કમલેશભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *