ઊંઝા ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે તા . ૧૪-૦૪-૨૦૨૧ થી તા . ૩૦-૦૪-૨૦૨૧ સુધી મંદિર બંધ કરવામાં આવે છે

ઊંઝા ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે તા . ૧૪-૦૪-૨૦૨૧ થી તા . ૩૦-૦૪-૨૦૨૧ સુધી મંદિર બંધ કરવામાં આવે છે . વૈશ્વીક મહામારી કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન અને એડવાઈઝરી અનુસાર ભક્તોની સુખાકારી અને સામાજિક દાયિત્વ નિભાવવા માટે કોરીના વાયરસનો ચેપ ન લાગે તેના અનુસંધાને કડવા પાટીદારોના સુપ્રસિધ્ધ એતિહાસિક નિજ મંદિર ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજીનું મંદિર દર્શન માટે તા . ૧૪-૦૪-૨૦૨૧ થી તા .૩ % ૪-૨૦૨૧ સુધી મંદિર બંધ રાખવામાં આવશે . મંદિરની શાસ્ત્રોકત પૂજા – અર્ચના – પક્ષાલ વિધિ – શણગાર – આરતી – ગજભોગ થાળ – હોમ – હવન જેવી ધાર્મિક વિધિઓ વિધિ વિધાન મુજબ ચાલુ રહેશે . જુદા – જુદા જીલ્લાઓમાં શ્રી ઉમિયા માતાજીના ફોટો મંદિરની સ્થાપનાના કાર્યક્રમો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવે છે . મા ઉમિયા આપ સર્વે ભકતોની મનોકામનાઓ પરિપૂર્ણ કરે અને આપ સૌને સ્વસ્થ અને નિરોગી રાખે તેવી પ્રાર્થના . સર્વ ભકતો કોરોના વાયરસ અંગેની સરકારશ્રીની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી સંસ્થા વતી નમ્ર અપીલ કરવામાં આવે છે . શ્રી ઉમિયા માતાજીના દર્શન ઓનલાઈન નીચે દશાર્વલ Link ઉપર ચાલુ રહેશે . જેની ભાવિકભકતોએ ખાસ નોંધ લેવી www.youtube.com/umiyamatajiunjha www.facebook.com/umiyamatajiunjha
રિપોર્ટ ડેવીડ પટેલ મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *