જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાવ, ખાંસી અને શરદી ધરાવતા લોકો માટે પ્રાથમિક શાળા તેમજ કોમ્યુનીટી હોલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાશે
નવસારી-આદિજાતિ વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ નવસારીમાં કોરોનાની બીજી લહેરના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગુજરાતે અસરકારક પગલાં લીધા છે.
નવસારીમાં પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવસારીમાં સ્થિતિ કાબુમાં છે, બીજી લહેરમાં કોરોનાના કેસો બીજા શહેરોની જેમ નવસારીમાં પણ વધ્યા છે પણ અસરકારક પગલા લેવાઇ રહ્યા છે જેના લીધે લોકોના વધારે પ્રમાણમાં ટેસ્ટ કરીને સંક્રમણને કાબુમાં લેવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મંત્રી શ્રી વસાવાએ કહ્યું હતું કે, કોરોનાના આ કપરાકાળમાં આપણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રની પાંખ સાથે વિશ્વાસનો સેતુ જીવંત રહેવો જોઇએ અને સૌએ એક ટીમ સાથે એકસૂત્રતાથી કામ કરીશું તો જ આ મહામારીમાંથી બહાર આવી શકીશ તેમણે ઉમેર્યું કે, આ એક અકલ્પનીય બિમારી અને પરિસ્થિતિ છે ત્યારે આપણે સૌએ એક સૂત્ર થઇને લડાઇ લડવાની છે. આ સરકાર આપણી સરકાર છે. ભૂતકાળમાં આનાથી પણ મોટી સમસ્યાઓ આવી હતી અને આપણે સાથે મળીને લડયા અને જીત્યા હતા તેમ આજે પણ એકબીજાના સંકલનથી આ લડાઇ લડીશું તો ચોક્કસ જીતશું. આજે આપણે પર્યાપ્ત સંશાધનો થકી ઉત્તમ સારવાર આપીને વધુ સારૂ કામ કર્યું છે.
મંત્રીશ્રીએ લોકોને આ સંદર્ભે અપીલ પણ કરી હતી કે, રેમડેસિવિર ઇન્જેક્શનના બીનજરૂરી ઉપયોગથી શરીરના મહત્વના અંગોને નુકસાન થાય છે તેવો નિષ્ણાંતોનો મત છે. સરકાર પાસે પૂરતો જથ્થો છે પણ નિષ્ણાંત-તજજ્ઞ તબિબની સલાહ પ્રમાણે જરૂર જણાય તો જ લેવો જોઇએ.
મંત્રીશ્રીએ લોકોને આ સંદર્ભે અપીલ પણ કરી હતી કે, રેમડેસિવિર ઇન્જેક્શનના બીનજરૂરી ઉપયોગથી લિવર તેમજ કીડની જેવા શરીરના મહત્વના અંગોને નુકસાન થાય છે તેવો નિષ્ણાંતોનો મત છે. સરકાર પાસે પૂરતો જથ્થો છે પણ નિષ્ણાંત-તજજ્ઞ તબિબની સલાહ પ્રમાણે જરૂર જણાય તો જ લેવો જોઇએ.
પ્રભારીમંત્રીશ્રીએ નવસારીના જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવાયેલા પગલાં અંગે સંતોષ વ્યક્ત કરી સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે મેનેજમેન્ટ બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
આ બેઠકમાં ધાારસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, ધાારસભ્યશ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેકટર શ્રીમતિ આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. અને સિવિલ સર્જન સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

