નવસારીમાં સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર લેબોરેટરીનો પ્રારંભ કરાયોપ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્દઘાટન

        નવસારી- આજરોજ નવસારીમાં આરટીપીસીઆર લેબોરેટરી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં લેબોરેટરીનું રિબિન કાપીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

 આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ કાર્યવાહીમાં ૭ થી ૮ કલાક જેટલો સમય લાગે છે જેથી હવે નવસારીવાસીઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ ૨૪ કલાકમાં મેળવવો શક્ય બની રહેશે. જેથી હવે આરટીપીસીઆર રિપોર્ટ માટે સુરત કે વલસાડ જવું નહિ પડે.

        લેબોરેટરી ઉદ્દઘાટન ધાારસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટર શ્રીમતિ આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *