ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 17.35 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા

રસીકરણ પ્રક્રિયા આગળ વધારવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ 90 લાખથી વધારે ડોઝ ઉપલબ્ધ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી 3 દિવસમાં 10 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

કોવિડ-19 મહામારી સામેની જંગમાં ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી સતત અગ્રમોરચે રહીને સ્થિતિને સંભાળી રહી છે. ભારત સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં કોવિડ વિરોધી રસીકરણની કવાયત એક અભિન્ન હિસ્સો રચે છે (બાકીના મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના પાલનનો સમાવેશ થાય છે).

દેશભરમાં કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી પ્રારંભ કરવામાં આવ્યો છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWIN પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્યસેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.

આજદિન સુધીમાં ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.35 કરોડથી વધારે (17,35,07,770) ડોઝ વિનામૂલ્યે આપ્યા છે. આમાંથી રસીના બગાડ સહિત 16,44,77,100 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો રસીકરણની પ્રક્રિયા આગળ વધારી શકે તે માટે તેમની પાસે કોવિડની રસીના 90 લાખ કરતાં વધારે ડોઝ (90,30,670) હજુ પણ ઉપલબ્ધ છે. નેગેટિવ બેલેન્સ દર્શાવી રહેલા રાજ્યો બગાડ સહિત કુલ વપરાશની સંખ્યા તેમને પૂરાં પાડવામાં આવતા રસીના ડોઝ કરતા વધારે બતાવી રહ્યાં છે કારણ કે તેમણે સશસ્ત્ર દળોને પૂરાં પાડેલા પૂરવઠાને સાથે ગણ્યો નથી.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 10 લાખ કરતાં વધારે (10,25,000) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *