આજે મહારાણા પ્રતાપસિંહજી ની 481 મી જન્મજયંતી છે.કોરોના મહામારી ને લીધે સીમિત સંખ્યા માં જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે આગેવાનો અને યુવાનો મળ્યા હતા.જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે સમાજ માં યુવાનો દ્વારા મહારાણા પ્રતાપસિંહજી ની તસ્વીર ને ફુલહાર કરી નમન કરી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાજપૂત સમાજ ના માજી પ્રમુખ તેજુભા જાડેજા પીપરડી,ગૌ સેવા સમિતી ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા અને વનરાજસિંહ ચૌહાણ આચવડ હાજર રહ્યા હતા.
રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા



