ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે ત્રણ વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઓ દ્વારા શહેરના ત્રણ ભાજપમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા સંનિષ્ઠ કાર્યકર્તાઓની પ્રદેશ સ્તરે નિયુક્તિ કરવામાં આવી છે જે અંતર્ગત કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા શહેર સંગઠનના શ્રી ડીડી ચુડાસમા ની ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ બક્ષીપંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઇ કાનગડ દ્વારા શહેર ભાજપના પૂર્વ કાઉન્સિલર શ્રી ધર્મેશભાઈ પંચાલની પ્રદેશ ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે
આ ઉપરાંત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા કોલેજકાળથી એમ.એસ.યુનિવર્સિટીમાં એબીવીપીના કેમ્પસ ઇન્ચાર્જ અને ત્યારબાદ ગુજરાત પ્રદેશના સહમંત્રી તરીકે પ્રસંશનીય કામગીરી બજાવી વર્ષ 2013થી 2020 સુધી ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ પદાધિકારી તરીકે સ્પોર્ટ સેલના કન્વીનર તરીકે તેમજ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે આણંદ ખેડા છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં યશસ્વી કામગીરી થકી લોકચાહના પામનાર શહેરના ઉત્સાહી શ્રી કૌશલભાઇ દવેની યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થતા ભાજપના શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, મહામંત્રી સુનિલ ભાઈ સોલંકી, જશવંતસિંહ સોલંકી અને રાકેશભાઈ સેવક સહિત રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ ,સયાજીગંજના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શહેર-વાડી ના ધારાસભ્ય મનીષાબેન વકીલ, આકોટા ના ધારાસભ્યશ્રી સીમાબેન મોહિલે, મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા ,ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્રભાઈ પટેલ સહિત શહેર સંગઠનનાં પદાધિકારીઓએ પ્રદેશ કક્ષાએ નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓને અભિનંદન સાથે તેઓ પ્રદેશ કક્ષાએ યશસ્વી પરિણામલક્ષી અને પ્રભાવી કામગીરી પ્રમાણિત કરે એવી શુભેચ્છા પાઠવી છે

