કોરોનાના અસંખ્ય દર્દીઓ ને રાહત.અરવલ્લીકોરોના મહામારીના આ સમયમાં હોસ્પિટલોમાં ઓક્સિજન વગર કેટલાય દર્દીઓ તડપી રહ્યા છે’ કેટલાયે સમયસર ઓક્સિજન નહીં મળવાના કારણે મોતને પણ વહાલું કર્યું છે અને આવા મૃત્યુ પામેલા પરિવારજનો માટે આભતૂટી પડ્યા જેવો માહોલ બની જવા પામ્યો છે ત્યારે જાણીતા સહકારી આગેવાન સ્વ.અમીચંદભાઈ હીરાભાઈ પટેલના સ્મરણાર્થે લોકસેવા માટે બનાવાયેલ અમીધારા ટ્રસ્ટ દ્વારા લોકસુખાકારી અને આફતના સમયે માનવહિતના ઉમદા કાર્ય કરી સહાયભૂત થવાની ઉત્કૃષ્ટ સેવા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગરના ચેરમેન અને રાજકીય આગેવાન મહેશભાઈ પટેલ અને મનુભાઈ પટેલ,અશોકભાઈ સહિતના તેમના પરિવારજનો દ્વારા અમીધારા ટ્રસ્ટના નેજા હેઠળ સેવાઓ આપવામાં આવે છે . સાબરકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજન માટે તકલીફ ના પડે અને સહેલાઈથી ઓક્સિજનની સેવા મળી રહે તે માટે સાબરકાંઠા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટેના બાયપેપ મશીન જિલ્લાની રોગી કલ્યાણ સમિતિને ભેટ આપવામાં આવ્યા છે અને બીજા જરૂરી વધારે મશીનની સગવડતા અઠવાડિયામાં અમીધારા ટૃસ્ટ દ્વારા સિવિલમાં રોગી કલ્યાણ સમિતિને આપવામાં આવનાર છે.જેના કારણે હવે જિલ્લાની આ હોસ્પિટલમાં ઓક્સિજનની વધુ અને ઝડપી સેવા મશીનો દ્વારા મળી રહેશે.અત્રે ઉલ્લેખવુ જરૂરી છે કે અમીધારા ટૃસ્ટ દ્વારા અગાઉ સ્વચ્છતા અભિયાનના નેજા હેઠળ ફતેપુર,પુરાલ સહિતના ગામડાઓમાં જરૂરિયાત મંદોને બાથરૂમ-સંડાસ લોકોને બનાવી આપવામાં આવ્યા હતા.જેનો લાભ અસંખ્ય લોકો ગરીબ મધ્યમ વર્ગના લોકોએ લીધો હતો.અમીધારા ટ્રસ્ટના નેજા હેઠળ રાજકિય આગેવાન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ તેમજ પરિવારજનો દ્વારા લોકસેવાના આશીર્વાદ રૂપ આ કાર્યો સરાહનીય છે જેનો લોકો સીધો કે આડકતરો લાભ લેછે જે પ્રસંશનીય કાર્ય ગણી શકાય.


