વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા 108 દ્વારા ત્રી-સ્તરીય આયોજન હાથ ધરાયું સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લઈ જવા ૧૪ ખિલખિલાટ એમ્બ્યુલન્સ રાત-દિવસ કાર્યરત
જામનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધુ બે 108 એમ્બ્યુલનસ જામનગરને ફાળવવામાં આવી છે.જેમાંથી ગાંધીનગર તથા અમદાવાદથી એક-એક એમ્બ્યુલનસ જામનગર આવી પહોંચતા હવે કુલ 21 એમ્બ્યુલન્સ જિલ્લામાં વાવાઝોડાની તમામ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે.સાથે સાથે દરિયાકાંઠાથી નજીકના વિસ્તારોમાં રહેતાં સગર્ભા બહેનોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા 14 ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવેલ છે.તેમ જીવિકે ઇએમઆરઆઇ ૧૦૮ ના સૌરાષ્ટ્ર હેડ બીપીન ભેટારીયા એ વિગત આપી તેમ જ પુરક વિગત જામનગર જિલ્લા હેડ જયદેવસિંહ જાડેજાએ આપ્યાનુ આ સંકલન કરનાર માહિતી કચેરીના વિરેન્દ્રસિંહ પરમારે જણાવી ઉમેર્યુ છે કે GVK EMRI દ્વારા વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા ત્રી-સ્તરીય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં જે સગર્ભા મહિલાઓની પ્રસૂતિની તારીખ નજીક છે તેવી સગર્ભા બહેનોને ખિલખિલાટ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરાઇ રહી છે.તેમજ વાવાઝોડા દરમિયાન તમામ 108 એમ્બ્યુલન્સ લોકો માટે રાહત અને બચાવની કામગીરી કરશે તથા વાવાઝોડું પૂર્ણ થયા બાદ જો જરૂર પડશે તો તમામ પ્રકારની આપાત કાલિન સ્થિતિને પહોંચી વળવા માટે 108 ની ટીમ રાત દિવસ ખડે પગે રહી ફરજ બજાવશે. તેમ માહીતીકચેરીના સબ એડીટર વિરેન્દ્રસિંહ ને જીવીકે ઇ એમ આર આઇ ના સૌરાષ્ટ્ર હેડ બીપીન ભેટારીયા એ વિગત આપી અને જામનગર હેડ જયદેવસિંહ જાડેજાએ પુરક વિગતો આપી હતી
વાવાઝોડા દરમિયાન ઓક્સિજનના પરિવહનમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ દ્વારા હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરાયોજિલ્લા પોલીસ હાઈ-વે પર કરશે સતત પેટ્રોલિંગ, ક્રેઈન સહિતના વાહનો વિવિધ અંતરે કરાયા તૈનાત
અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાવાને કારણે તૌકતે વાવાઝોડાની શક્યતાને ધ્યાને લઇ જામનગરથી ઓક્સિજનનું પરિવહન કરતા વાહનોને કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દીપેન ભદ્રનની આગેવાની હેઠળ જામનગર જિલ્લાની રાજકોટ રૂરલની હદ થી લઈ દેવભુમી દ્વારકા જિલ્લાની હદ સુધીના રોડને ગ્રીન કોરિડોર જાહેર કરાયો છે. જે માટે સમગ્ર હાઇવે પર પોલીસ બંદોબસ્ત, પેટ્રોલીંગ તથા ક્રેઇન અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.વાવાઝોડા વખતે જો આ હાઇવે પર ક્યાય વૃક્ષ પડે અથવા તો અકસ્માતે કોઇ બનાવ બનવાના સંજોગોમાં જો રોડ બંધ થઇ જાય તો તેને તાત્કાલીક દુર કરી રોડ પર અવર – જવર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા અંગેની કામગીરી હાથ ધરવાની વિવિધ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવેલ છે. જેમાં રાજકોટ રૂરલની હદ થી ધ્રોલ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યા સુધી ધ્રોલ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, ધ્રોલ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી પંચ બી. ડીવી પો.સ્ટે.ની હદ સુધી પંચ એ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પંચ એ પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી સીક્કા પો.સ્ટે.ની હદ સુધી પંચ બી. પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે,પંચ બી પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી મેઘપર પો.સ્ટે.ની હદ સુધી સીક્કા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, સીક્કા પો.સ્ટે.ની હદ પુરી થાય ત્યાથી જામનગર જીલ્લાની હદ સુધી મેઘપર પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, CH શ્રી ધ્રોલનાઓ ધ્રોલ પો.સ્ટે . ( જીલ્લાની હદ ) થી ખંભાળીયા બાયપાસ સુધી તેના સ્ટાફ તથા સરકારી વાહન સાથે પેટ્રોલીંગ કરશે, પો.ઇન્સ.શ્રી એરપોર્ટ ખંભાળીયા બાયપાસ રોડ થી મેઘપર પો.સ્ટે . ( જીલ્લાની હદ ) સુધી ટ્રાફીક શાખાના જરૂરી સ્ટાફ તથા વાહન થી પેટ્રોલીંગ કરશે, આ ઉપરાંત જોડીયા ખાતેનો જે રૂટ કાર્યરત છે ત્યાં પણ એક ક્રેઈન અને ત્રણ જેસીબી મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં વાહનોના પરિવહનને વિક્ષેપ ન પડે તે માટે સમગ્ર રૂટ પર બે પી.આઈ દ્વારા સુપરવિઝન અને પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ સ્થળે વૃક્ષ પડવા કે અન્ય કોઈ સંજોગોને કારણે વાહન વ્યવહાર ખોરવાય તો તે માટે (૧) ધ્રોલ પો.સ્ટે. ખાતે રાખવામાં આવેલ ક્રેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે રાજકોટ રૂરલની હદ થી પંચ-એ ડીવી પો.સ્ટે.ની હદ સુધી કામગીરી કરવામાં આવશે. (૨) પંચ બી પો.સ્ટે. ખાતે રાખવામાં આવેલ કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે પંચ એ ની હદથી સીક્કા પો.સ્ટે.ની હદ સુધી કામગીરી કરવામાં આવશે. (૩) સીક્કા પો.સ્ટે. ખાતે રાખવામાં આવેલ કેઇન દ્વારા હાઇવે રોડ પર જરૂરીયાત જણાયે સીક્કા પો.સ્ટે.ની હદથી દેવભુમી દ્વારકા જીલ્લાની હદ સુધી કામગીરી કરવામા આવશે તેમજ દરેક ક્રેઇન દીઠ એક પોલીસ કર્મચારી સંકલન માટે સાથે રહેશે.
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

