ચોટીલામાં ઝૂંપડપટ્ટી ના લોકો માટે શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

વિચરતી જાતિ ના લોકોએ પોતાના ઘેટાં, બકરા અને ઊંટ સાથે આશ્રય લીધો.

“કાઠિયાવાડ માં કોક દિ’ ભૂલો પડ ભગવાન
તારા એવા રે કરું સન્માન કે તને સ્વર્ગ રે ભૂલાવુ શામળા”

ઉપરોક્ત પંક્તિ ને સાર્થક ચોટીલા ના શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ ના સભ્યો દ્વારા તૌકતે વાવાઝોડા ની આગાહી ને પગલે ચોટીલા શહેર આસ પાસ ની ઝૂંપડપટ્ટી દુધેલીરોડ, ભવાની હોટલ પાસે, બાળા ભોળા હનુમાન ટેકરી, અજમેરા પંપ પાસે અને કુંભારાની સીમ માં રહેતા સલાટ પરિવારો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરિયાઈ પટ્ટી નજીક વાવાઝોડા એ મચાવેલી તબાહી ને ધ્યાનમાં રાખી અને તે વાવાઝોડું ચોટીલા થી પસાર થવાની સંભાવના હવામાન ખાતા એ વ્યક્ત કરી હતી માટે ત્યાં જેવો વિનાશના થાય તે માટે આગોતરા આયોજન તરીકે ચોટીલા મામલતદાર પી.એલ.ગોઠી, ચીફ ઓફિસર નિકુંજ વોરાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ સાથે નેશનલ હાઇવે પર આવેલ સપના હોટલ ના હોલ માં આરોગ્ય ખાતા ના કર્મચારીઓ દ્વારા તમામ લોકો ના કોરોના ટેસ્ટ કરી આશ્રય આપવામાં આવ્યો હતો. ૧૭ તારીખ રાત થી ૧૯ તારીખ ની સવાર સુધી તમામ ૨૦૦ કરત વધુ લોકો ને સવાર નો નાસ્તો, બપોર તથા રાત્રી નું ભોજન અને બાળકો ને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. જ્યારે કુંભારા સલાટ વસાહત માં રહેતા લોકો ને નજીકમાં આવેલી પ્રાથમિક શાળા માં આશ્રય આપવામાં આવ્યો હતો. આ વિચરતી જાતિ ના લોકો હોઈ એમની સાથે તેમના ઘેંટા, બકરા તેમજ ઊંટ પણ હોઈ તેમને પણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે ચોટીલા ના સેવાભાવી લોકો તથા વેઓરીઓએ પણ બનતી તમામ વ્યવસ્થા માં મદદ કરી હતી. આ કામગીરી માં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપનાં બલવીરભાઈ ખાચર, ભુપતભાઇ ધાધલ, મોહસીનખાન પઠાણ, પ્રવીણભાઈ જાંબુકીયા, અતુલભાઈ કોટક, મેહુલભાઈ ખંધાર, વિજયભાઈ ચાવડા, મોહિતભાઈ પરમાર, રસિકભાઈ મેટાળીયા, અરજણભાઈ ખાંભલા, જયદીપભાઈ પરાલિયા, મંગળુભાઈ ઢોકળવા, રવિભાઈ ચાવડા, અભીભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, નિરાલિબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા સહિતના લોકો એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ..લઘુભાઈ ધાધલ ચોટીલા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *