કચ્છના અંજાર ગામે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કરાયું

ચાલો મદદના ફૂલ વેરીએ માનવતાના સંકટમાં કોરોનારૂપી કંટકમાં-છાયા ગઢવી

કચ્છની ધન્યધરા પર આવેલ અંજાર શહેરમાં પછાત વિસ્તારમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 500 આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કરાયું.આ શુભ કાર્યના ભાગ રૂપે પૂજય ગુરુદેવ માનવતાના મસીહા આચાર્ય શ્રી રત્નશેખરસુરીશ્વરજી મ.સા ના આશીર્વાદથી અને પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક પોટલીઓનું વિવિધ શહેરોમાં તથા ગામોમાં વિતરણ કરવામાં આવી રહીયું છે.જેમાં જડોદર (કોટડા) હાલ અંજારમાં રહેતા સેવાભાવી ગઢવી છાયાબેન ધર્મેન્દ્રભાઈ એ ઉપસ્થિત રહી અજમો,કપૂર અને લવિંગની 500 પોટલીઓ બનાવી વિના મૂલ્ય વિતરણ કરીયું હતું.આ આયુર્વેદિક પોટલી વિતરણ દરમ્યાન સેવાભાવી છાયાબેન ગઢવીએ જણાવેલ કે જગત પર આવી પડેલી આ સંકટની ઘડીમાં આપણે બીજું તો શું કરી શકીએ ??? કારણ કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. આપણે આ મહામારી ને એમ એક દિવસમાં તો હરાવી ન શકીએ પણ એનાથી બચી શકવાના ચોક્કસ પ્રયાસ કરી શકીએ.સંકટની આ ઘડીમાં આપણે આપણા ખુદનું તો ધ્યાન રાખીએ પણ સાથે સાથે પ્રભુએ આપણને જે થોડા ઘણા સક્ષમ બનાવ્યા છે તો અન્ય જરૂરિયાત મંદ ને પણ મદદરૂપ થઇ થોડું પ્રભુ કાર્ય નિસ્વાર્થ ભાવે કરીએ. પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર આયુર્વેદિક પોટલીઓનું વિવિધ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *