સંસ્કાર બાલવાડી ચોપાટી, વ્હોરવાડ ખાતે તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજના સહયોગથી કોવિશિલ્ડ રસી નો કાર્યક્રમ યોજાયો

 કોરોના ના સામે રક્ષણ મેળવવા માટે સંસ્કાર બાલવાડી ચોપાટી, વ્હોરવાડ ખાતે તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજના સહયોગથી કોવિશિલ્ડ રસી નો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં જેમની ઉંમર 45 વર્ષ થી ઉપર હોય તેમને પ્રથમ ડોઝ અને જેમને કોવિશિલ્ડ રસી નો પહેલો ડોઝ લીધેલ હોય અને 84 દિવસ પૂર્ણ થયા હોય તેમને બીજો ડોઝ આપવામાં આવેલ. આમ આ રસીકરણ પ્રોગ્રામમાં 100 થી વધુ લાભાર્થીઓએ રસી નો લાભ લીધો હતો તથા આ પ્રોગ્રામ દરમિયાન તાલુકા હેલ્થ અધિકારી ડો.એ.એચ.સોલંકી સાહેબ, મેડિકલ ઓફિસર ડો.પ્રકાશભાઈ સાહેબ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી, તેમજ લોકોને મુજવતા રસી બાબતે ના પ્રશ્નોના જવાબો સુંદર રીતે અને સામેવાળો સમજી શકે તે રીતે આપ્યા હતા જેના કારણે લોકો રસી લેવા માટે ઉત્સાહિત થયા હતા. આ રસીકરણ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઈન્ચાર્જ Mphs આર.જે.ઝાલા સાહેબ, Fhw બેલાબેન અને ક્રિષ્નાબેન તેમજ આશા વર્કર બેહનો અને આંગણવાડી બહેનો તેમજ હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજની ટીમ અને અપક્ષ કાઉન્સિલર પ્રાંતિજ નગરપાલિકા અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપના સદસ્ય એડ્વોકેટશ્રી મોહસીન એમ.છાલોટીયા દ્વારા પ્રશંસનીય અને રસીકરણની ઉમદા અને સરાહનીય કામગીરી કરી પ્રોગ્રામને સફળ બનાવવા ખુબજ મેહનત કરવામાં આવેલ. આ સાથે એડ્વોકેટશ્રી મોહસીન એમ.છાલોટીયા દ્વારા વેક્સિનેશન માટે લોક જાગૃતા ફેલાવવાની પણ ખૂબ સુંદર કામગીરી તેમજ આયોજન કર્યું હતું. આવનારા સમયમાં આરોગ્ય વિભાગ પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ અને તાલુકાની જનતા કોરોના જેવી બીમારીઓથી સુરક્ષિત રહે તે માટે વધુમાં વધુ પ્રોગ્રામ કરવામાં આવશે અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજની ટીમ આરોગ્ય વિભાગ ની સાથે રહી લોકો કોરાના જેવી બિમારીઓથી મુક્ત થાય તેમજ મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો માટે કામગીરી કરશે. આમ હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજ દ્વારા મીથિલિન બ્લુ દવાનું પણ નિઃશુલ્ક વિતરણ ચાલુ કરેલ છે જેથી આ કોરોના ની મહામારીમાં લોકો સુરક્ષિત રહે જે માટે આ ગ્રુપ ફક્ત અને ફક્ત માનવતા ને પ્રાથમિકતા આપી ખૂબ જ સરાહનીય સેવાકીય કામગીરી કરી રહ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *