
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
181મહિલા હેલ્પ લાઈન દ્વારા વધું એક સરાહનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે તેના ભાગરૂપે વધું એક યુવતીનો જીવ બચાવવા જામનગરની 181ની ટીમને સફળતા મળી છે.મહત્વનું છે કે જામનગરમાં એક યુવતી આત્મહત્યા કરવા જતી હતી ત્યારે તેનું કાઉન્સિલિંગ કરી બચાવી હતી તેની વિગતવાર માહિતી…..એક યુવતી જેઓ મૂળ મુંબઈ (મહારાષ્ટ્ર) ના છે. તેઓ વર્ષ 2019 થી કેરેલાના એક યુવાન સાથે લગ્નઃ કર્યા વિના જામનગરમાં સાથે રહે છે અને તેઓ 2 વર્ષથી રીલેશનશિપમાં છે.આજે સવારે યુવતી જામનગરમાં આવેલ લાખોટા તળાવ પાસે જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં મહિલાઓની સંકટ સમયની સહેલી મહીલા અભયમ ટીમે તેઓનું કાઉન્સિલિંગ કરી યુવતીનું જીવન બચાવ્યું.યુવતી જેની સાથે રિલેશનશિપમાં છે તે વ્યક્તિને દારૂ તેમજ ગાંજાનુ વ્યસન છે અને તેનો નશો કરી યુવતીને માર મારે છે. તેવું યુવતીનું જણાવેલ છે.ઘટના સ્થળ પર પહોંચતા જોયું કે ભાઇ બહેનના ત્રાસથી કંટાળીને દારુ તેમજ ગાંજો પીવે છે.તેમજ તેઓના કહેવા મુજબ યુવતી ડિપ્રેશનમાં હોય તેવું લાગે છે. યુવાનને યુવતી સાથે લગ્નઃ કરવાં છે પરંતું યુવાનના જણાવ્યા પ્રમાણે યુવતી પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી માટે તેઓ લગ્ન કરી શકતા નથી.હાલ યુવતીનું કાઉન્સિલીંગ કરી ઘરે મૂક્યા છે અને બહેન હવે પછી આવું પગલું નહિ ભરે તેવી ખાત્રી આપી છે અને 181ની ટીમનો આભર માન્યો છે.