અરવલ્લી એલસીબી પોલીસે ટ્રક ચાલકો પાસેથી એક હજાર રૂપિયા ઉઘરાવતા મોડાસાના ત્રણ ખંડણીખોરને દબોચ્યા,ટ્રક માલિકોમાં ખુશી

 અરવલ્લી       મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બકરા ભરી રાજસ્થાન થી મુંબઈ હેરાફેરી કરનાર ટ્રક માલિકો પાસેથી કેટલાક ખંડણીખોર શખ્સો ૧ હજાર રૂપિયા ઉઘરાવતા હોવાથી ટ્રકમાલિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ૧ હજાર રૂપિયા લઇ મોડાસા ટ્રક એસોસિએશનનું કાર્ડ બનાવી આપતા હતા અને રસ્તામાં કોઈ જીવદયા પ્રેમીઓ રોકે તો આ કાર્ડ બતાવી દેવાનું જણાવતા હતા એક હજાર રૂપિયાનો પાસ નહીં લેનાર ટ્રકને ખંડણીખોરો તેમના મળતીયા જીવદયાપ્રેમીઓ મારફતે રોડ પર ટ્રક અટકાવી પૈસા પડાવવામાં આવતા હોવાથી ટ્રક માલિકોમાં આ ખંડણીખોર ગેંગથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આ અંગે મોડાસાના ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ સલામહુસેન સુલેમાનભાઈ ગેણાએ ટાઉન પોલીસસ્ટેશનમાં ૪ ખંડણીખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણીખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા આ અંગે જીલ્લા પોલીસવડા શખ્ત કાર્યવાહીના આદેશ આપતા એલસીબી પોલીસે ત્રણ ખંડણીખોરોને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં અરવલ્લી એલસીબી પીઆઈ સી પી વાઘેલા અને તેમની ટીમે બકરાની હેરાફેરીમાં ફરતા ટ્રકના માલિકો પાસેથી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવતા મોડાસાના ૧)સલીમ ઇસ્માઇલભાઈ દાદુ,૨)ઉસ્માનગની યુસુફભાઇ સુથાર અને ૩)ઉસ્માનગની ઇસ્માઇલભાઈ ટીંટોઇયા નામના ત્રણે ખંડણીખોરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અન્ય એક ખંડણીખોર મોહમ્મદસલીમ ઇબ્રાહિમભાઈ કુસ્કીવાલાને  ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અરવલ્લી એલસીબી પોલીસે ત્રણે આરોપીઓની સઘન પૂછપરછ હાથધરી હતી મોડાસા શહેરમાં બકરાની હેરાફેરી કરતા ટ્રક માલિકો વચ્ચે વર્ચસ્વની લડાઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે આ અંગે બે જૂથો વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ ગેંગવોરમાં પલટાઈ ગઈ હોય તેવું ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે બે મહિના અગાઉ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી અને થોડા સમય અગાઉ એક બીજા પર હુમલો પણ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી બે જૂથ વચ્ચે ચાલી રહેલ જૂથ અથડામણ લોહિયાળ પણ બની ચુકી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે 
– ટ્રક માલિક સલામહુસેન સુલેમાનભાઈ ગેણાએ મોડાસાના ૪ ખંડણીખોરો સામે ફરિયાદ નોંધાવી હતી તે શખ્સોના નામ 

૧)સલીમ ઇસ્માઇલભાઈ દાદુ (રહે,સીમરન સોસાયટીની બાજુમાં,મોડાસા)

૨)ઉસ્માન યુસુફભાઇ સુથાર (રહે,દરિયાઈ સોસાયટી,મોડાસા

૩)ઉસ્માનગની ઇસ્માઇલભાઈ ટીંટોઈયા (રહે,અલફેસાની સોસાયટી,મોડાસા

)૪) મોહમ્મદસલીમ ઇબ્રાહિમભાઈ કુસ્કીવાલા (રહે,કદરશાહ દરગાહની સામે,મોડાસા) 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *