
અરવલ્લી
ગુજરાતમાં માસ્કના દંડ બાબતે દરરોજ પોલીસ સાથેના ઘર્ષણના બનાવ બની રહ્યા છે. લોકો માસ્ક ન પહેર્યાં બાદ પોલીસના હાથે ઝડપાય છે ત્યારે દંડ ભરવા તૈયાર થતા નથી કોરોના સંક્રમણને ફેલાવતો અટકાવવા અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર જીવન જોખમે સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવે છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમુ પડતા વેપારીઓ અને લોકો માસ્ક વગર બિંદાસ્ત બનતા ટાઉન પોલીસે માસ્ક ડ્રાઇવ યોજી વેપારીઓ અને વાહનચાલકો સામે શખ્ત કાર્યવાહી હાથધરી હતી બસ સ્ટેન્ડ સામે આવેલ મોબાઈલ બજારમાં માસ્ક અંગે અમલવારી અને દંડ ફટકારતા બે વેપારીઓએ મહિલા પોલીસકર્મીને બીભસ્ત ગાળો બોલી ટાંટિયા તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી આ ઘટના સમયે માસ્ક ડ્રાઇવમાં સાથે રહેલ પોલીસકર્મીઓએ પણ ચુપકીદી સેવી લેતા બંને વેપારીઓ બેફામ બન્યા હતા આખરે મહિલા પોલીસકર્મીએ બંને વેપારીઓ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વેપારીઓને કાયદાનું ભાન કરાવવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પોલીસે શહેરના માર્ગો પર માસ્ક ડ્રાઇવ યોજી હતી ત્યારે મોબાઇલ બજારમાં આવેલી દુકાનોમાં ભારે ભીડ જોવા મળતા પોલીસે મોબાઇલ બજારમાં સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી કરવા અને માસ્ક વગર જોવા મળેલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથધરી હતી ત્યારે મહિલા પોલીસકર્મી દિપાલીબેનને મોબાઇલ બજારમાં દુકાન ધરાવતા અહેમદહુસેન ઉર્ફે બાદશાહ ઇબ્રાહીમભાઇ સાબલીયા અને આલમ ઉર્ફે ભુરીયો ડોસુભાઈ કાંકરોલીયા નામના વેપારીઓએ માસ્ક પણ નહીં પહેરાય અને દંડ પણ નહીં ભરાય તેમ કહી ઉશ્કેરાઈ જઈ થાય તે કરી લે અને રસ્તામાં મળે તો ટાંટીયા ભાગી નાખવાની બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા પોલીસકર્મી સમસમી ઉઠ્યા હતા બંને વેપારીઓની લુખ્ખી દાદાગીરી સામે અન્ય પોલીસકર્મીઓ પણ લાચાર અનુભવી રહ્યા હોય તેમ મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
આખરે બંને વેપારીઓને પાઠ ભણાવવા મહિલા પોલીસકર્મી દીપાલીબેન પટેલે ટાઉન પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે અહેમદહુસેન ઉર્ફે બાદશાહ ઇબ્રાહીમભાઇ સાબલીયા અને આલમ ઉર્ફે ભુરીયો ડોસુભાઈ કાંકરોલીયા સામે ૧૮૬,૧૮૮,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા ધ એપેડેમીક ડિસીઝ કલમ એક્ટ-૩(૧) તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-(૫૧) એ મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં બંને શખ્શોની ધરપકડ કરવા દુકાન અને ઘરે રેડ કરી હતી પરંતુ બંને વેપારીઓને પોલીસની કામગીરીની ભનક આવી જતા રફુચક્કર થઇ ગયા હતા