વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લા મેલેરીયા શાખા દ્વારા પ્રિ-મોન્સુન એક્ટીવીટી હાથ ધરાઇ

     અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને સુપરવાઈઝરો દ્વારા ફિલ્ડ વિઝીટ કરી કામગીરીનું ક્રોસવિરીફીકેશન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :

       અમદાવાદ જીલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૧૫ સબ સેન્ટર વિસ્તારના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોનાની કામગીરીની સાથે ઘરે ઘરે ફરીને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોમાં જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને સુપરવાઇઝરોની ફિલ્ડ વિઝીટ દરમ્યાન પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા વેપારીઓને ત્યાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળે તો કાયદાકીય રીતે નોટીશ ઇસ્યુ કરવામાં આવી રહી છે. રોડ પર જોવા મળતી ટાયરોની દુકાન કે જેઓ એડીસ મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન છે તેવી દુકાનો, ફ્લાવર પોર્ટ બનાવતી સીમેન્ટની ફેક્ટરીઓની મુલાકાત કરીને તેમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન વિસ્તારમાં મેલેરીયાના કેસોને ધ્યાનમાં રાખીને રીંગ રોડ પેરીફરીમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચોમાસા પહેલા અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે મેલેરીયા શાખા અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને સઘન બનાવવામાં આવી છે. તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *