રસી લીધી નહીં હોય તો દંડ, દુકાન સીલ થશે

રસી લીધી નહીં હોય તો દંડ, દુકાન સીલ થશે

રસી લીધી નહીં હોય તો RT-PCR નેગેટિવ રિપોર્ટ રાખવો ફરજિયાત પોલીસ માંગે તો રસીકરણનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદીન ઘટાડો નોંધાઇ રહ્યો છે.હવે રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા કમર કસી છે. હવે ખાસ કરીને શાકભાજી,હોટલ-રેસ્ટોરન્ટ, ચાનીકીટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તો દંડ-શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. અમદાવાદ શહેર-જિલ્લામાં બે દિવસમાં જ કલેક્ટર આ મુદ્દે જાહેરનામું પ્રસિધૃધ કરશે. ગુજરાતમાં કોરોનાની મહામારીમાંથી માંડ માંડ મુક્ત થઇ રહ્યુ છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે.ગુજરાતમાં અત્યારે કોરોનાના રોજ કેસોનો આંકડો માત્ર 544 સુધી પહોચ્યો છે. ઘટતા જતાં કેસોને પગલે રાજ્ય સરકારે પણ બજારો ખુલ્લા રાખવાના સમયમાં છુટછાટ આપી છે. એટલું જ નહીં, મોટાભાગના પ્રતિબંધ હળવા કરાયાં છે. હવે સરકાર કોઇ જોખમ ખેડવા ૈતેયાર નથી ત્યારે રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.

રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરોએ તો જાહેરનામું પ્રસિધૃધ કરી દીધુ છે. અમદાવાદમાં ય બે દિવસમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ખાસ કરીને સુપરસ્પ્રેડરો જેમ કે,શાકભાજી-ફ્રૂટ વેચનારાં,ચાની કીટલી,પાનના ગલ્લા,રીક્ષા-ટેક્સી ચાલક,કલિનર,હેર સલુન,બ્યુટી પાર્લર,ખાનગી સિક્યુરિટી,પ્લમબર,લુહાર,ઇલેક્ટ્રીશિયન ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરનારાં લોકોને રસી આપવા નક્કી કરાયુ છે.

આ તમામ વ્યવસાયકારોને રસી લઇ લેવા અપીલ કરવામાં આવશે. જેમણે રસી લીધી નહી હોય તે વ્યવસાયકારે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. દસ દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો રજૂ કરવાનો રહેશે. જેણે રસી લઇ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટીફિકેટ દેખાડવુ પડશે.

અમદાવાદ શહેર-જિલ્લાને કોરોના મુક્ત બનાવવા સો ટકા લક્ષ્યાંક સાથે રસીકરણ શરૂ કરવા કલેક્ટર કચેરીએ આયોજન કરાયુ છે. કોરોનાની રસી લીધી નહી હોય તો દંડ જ નહીં, દુકાન-ગલ્લા સીલ પણ કરવામાં આવશે.આ ઉપરાંત એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી સુદ્ધાં કરવામાં આવશે. ટૂંકમાં, પોલીસની મદદથી રસીકરણને વેગવંતુ બનાવવામાં આવનાર છે.

ધંધાના સ્થળે કયા કયા વ્યવસાયકારે રસીનું સટિફિકેટ રજૂ કરવું પડશે

  • શાકભાજી-ફ્રૂટ વેચનારા છુટક-હોલસેલ વેપારી
  • હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરનારાં
  • ખાણીપીણીની લારીવાળા
  • ચાની કીટલી
  • પાનના ગલ્લા
  • રીક્ષા-ટેક્સી ચાલક-કલિનર
  • હેર સલુન- બ્યુટી પાર્લર
  • ખાનગી સિક્યુરિટી
  • પ્લમબર
  • લુહાર
  • ઇલેક્ટ્રીશિયનj
  • શોપિંલ મોલમાં કરનારાં લોકો

રિપોર્ટ – રાકેશ ક્ષત્રિય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *