અરવલ્લીમાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

પ્રજાને અનુકુળ આવે તેવા પ્રકારની કામગીરીની વ્યવસ્થા કરવી -કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના

    અરવલ્લી જીલ્લાના જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની  અધ્યક્ષતામાં જીલ્લા નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.   જેમાં જીલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા બેઠકમાં માસ જુન-૨૦૨૧ના અનાજના વિતરણ –પ્રમાણ/ભાવ બાબતે, માસની કેરોસીનની ફાળવણી તેમજ વિતરણ પ્રમાણમાં થયેલ ફેરફાર, વિવિધ કારણસર બંધ થયેલ વાજબી ભાવની દુકાનોના જાહેરનામાં પાડવા, વાજબી ભાવની દુકાનોમાં સ્થળ ફેરફાર, બ્રાંચ FPS તથા મર્જ કરાવવા થયેલ દરખાસ્ત અન્વયે, અરવલ્લી જીલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદને માન્યતા આપવા બાબતની, નિગમના ગોડાઉનમાં અનાજ વગેરેના સ્ટોક પોઝીશન અંગેના મુદ્દાઓની  માહિતી જીલ્લા કલેકટરશ્રીની સમક્ષ રજૂ કર્યા હતા.  જે અંતર્ગત ભીલોડા,મોડાસા તથા બાયડના ધારાસભ્યશ્રીઓ દ્વારા આ મુદ્દાઓની કામગીરી અંગેની માહિતી સ્પષ્ટ રીતે કરવામાં આવે તથા આ બધી કામગીરી વ્યસ્થિત રીતે થાય છે કે નહી  તેવા દરેક મુદ્દાઓની તપાસણી કરાવવા કલેકટરશ્રીને અનુરોધ કર્યો હતો.  આ બેઠકમાં જીલ્લા પુરવઠા અધિકારીશ્રીનાં મુદ્દાઓ તથા ધારાસભ્યશ્રીઓના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, પ્રજાને અનુકુળ આવે તેવા પ્રકારની કામગીરીની વ્યવસ્થા કરવી, સરકારના માર્ગદર્શન પ્રમાણે જ કામગીરી કરવી, અંત્યોદય, એ એ વાય, બી.પી.એલ. કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળવું જોઈએ, પ્રજાને ગેસ કનેક્શન મેળવવા તક અને સમય આપવો તથા સાથે તેમને ધારાસભ્યશ્રીઓના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને પ્રજાને આર્થિક રીતે મદદ રૂપ થવું તેવા સુચનો કર્યા હતા.    આ ઉપરાંત જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની બેઠક, મહિલા સુરક્ષા સમિતિની બેઠક તથા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.     આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, ભીલોડા ધારાસભ્યશ્રી  ડૉ.અનિલભાઈ જોષીયારા, મોડાસા ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડ ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, જીલ્લા અધિક નીવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી શ્રીમાળી, પ્રાંત અધિકારીશ્રી મોડાસા, પ્રાંત અધિકારીશ્રી બાયડ, આર.ટી.ઓ. અધિકારીશ્રી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો.દીલીપસિંહ, ખોરાક ઔષધ અધિકારીશ્રી રીઝનલ અધિકારીશ્રી, મહિલા સુરક્ષા અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.કે.ડોડીયા, નગરપાલિકા પ્રમુખશ્રી મોડાસા,જીલ્લા પુરવઠા મામલતદારશ્રી અરવલ્લી,જીલ્લા સપ્લાય અધિકારીશ્રી  ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીશ્રી, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *