શાળાઓ ઓફ લાઈન ચાલુ થાય તે પહેલા શાળા ઉપયોગી નોટબુક. સ્કુલ બેગ કોલેજ બેગ અને વોટર બેગ આપવામાં આવી!
રિપોર્ટ:- અજય ખત્રી (કચ્છ)
માંડવી શ્રીગુંસાઈ પંચ ટ્રસ્ટ આયોજિત દશનામ ગોસ્વામી સમાજના ધોરણ એક થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થઇ શકે તેવી શૈક્ષણિક કીટનો શાળાઓ ઓફ લાઈન ચાલુ થાય તે પહેલા વિતરણ ક્રાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુંસાઈ પંચ ના પૂર્વ ચેરમેન સ્વઃ મનહરગીરીજી ગગન ગિરીજી ગોસ્વામીની યાદ માં તેમના પરિવારનોના સંયોજનથી શૈક્ષણિક ને લગતી ધોરણ એક થી કોલેજ કક્ષા સુધીના તમામ વિદ્યાર્થીઓને જંમ્બો નોટબુકો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શ્રી ગુંસાઈ પંચ ટ્રસ્ટના માધ્યમથી કેજી વન ટુ ના વિદ્યાર્થીઓ માટે વોટર બેગ અને સ્કુલ બેગ તેમજ ધોરણ એક થી કોલેજ કક્ષાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજ બેગ નોટબુક તમામ ગોસ્વામી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ગુંસાઈ પંચના ચેરમેન કમલગર ગુસાઈ ટ્રસ્ટીઓ રમેશગીરી.કિશોર ગીરી. તુલસીગીરી.સુરેશ ગીરી. રાજેશ ગીરી. મહિલા મંડળ ના પ્રમુખ કમળાબેન ગોસ્વામી તેમજ સમસ્ત કારોબારી તેમજ સહકાર સમિતિ દ્વારા સહયોગ મળ્યું હતું ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા મેડીકલ સહાય. કોરોના કીટ. લોકડાઉનમાં રાશન કીટ. અને ઘરોઘર ટિફિન સર્વિસ સેવા ના ઉમદા કાર્યો ની નોંધ અવશ્ય લેવાય રહી છે



