સાવરકુંડલા ખાતે મહિલાઓ દ્વારા કોરોનાં ની વેક્સીન કેમ્પ રાખવામાં આવ્યો.- ચાલુ વરસાદે પણ મોટી સંખ્યામાં બહેનો એ વેક્સીન નો પ્રથમ ડોઝ લીધો.


સાવરકુંડલા અર્બન હેલ્થ ઓફીસ દ્વારા જેસર રોડ ખાતે આવેલ બાપા સીતારામ મઢુંલી મહિલા મંડળ દ્વારા ગોપીબેન ગોસ્વામી ના ઘરે ફક્ત મહિલાઓ માટે કોરોનાં વેક્સીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો આ તકે અર્બન હેલ્થ ઓફિસર ડો.પારધી સાહેબ, ફિમેલ વર્કર આરતીબેન, પીયૂષભાઈ જેઠવા, રાજેશભાઈ જીકાદ્વા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ ને સફળ બનાવવા માટે બાપા સીતારામ મઢુંલી મહિલા મંડળ ના પ્રમુખ રેખાબેન પંડ્યા એ ભારે જહેમત ઉઠાવી હતી ચાલુ વરસાદ દરમિયાન પણ મોટી સંખ્યામાં મહિલા ઓએ કોરોનાં વેક્સીન ની રસી લઈ કોરોનાં સામે જાગૃતિ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *