ભારતીય જનતા પાર્ટી ૧૬૭ પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રચાર-પ્રસાર અને રાશન બેગ વિતરણ કાર્યક્રમ આજરોજ વોર્ડ નંબર 11 મારા મત વિસ્તારમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, સીમા કોમ્પ્લેક્ષ, શ્રી મહાલક્ષ્મી મંદિરની સામે, આનંદ મહેલ રોડ, અડાજણ ખાતે યોજાયો.સાથે સાથે લાભાર્થીના ઘરે રૂબરૂ મુલાકાત કરી. પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ રાશન બેગનું વિતરણ કર્યું. જેમાં ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેર મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ, પૂર્વ કોર્પોરેટર શ્રી અનિલભાઇ બિસ્કીટવાળા,વોર્ડ પ્રમુખ શ્રી જીતેશભાઈ મહેતા, પૂર્વ મહામંત્રીશ્રી કિશોરભાઈ જાની તેમજ વોર્ડ સંગઠનના પદાધિકારીશ્રીઓ, યુવા મોરચાના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ- જફર શેખ- સુરત





