આહવા નગરના તમામ વેપારી મિત્રો સહિત સર્વે નગરજનોને આપણા ડાંગ જિલ્લાના વઘઈના બે યુવાનોનું ચિખલી પોલીસ સ્ટેશન ખાતે થયેલ મૃત્યુ અને પોલીસ દ્વારા થયેલ અમાનવિય અત્યાચાર વિરુદ્ધ આપણી એકતા દર્શાવવા તેમજ મૃત્યુ પામનાર આદિવાસી યુવાનોના પરીવારોને ન્યાય મળે, આ કેસની નિષ્પક્ષ તપાસ થાય અને સંબંધિત ગુનેગારોને આકરામાં આકરી સજા થાય તે હેતુથી આવતીકાલે તારીખ ૨૬|૭|૨૦૨૧ (સોમવાર) ના રોજ આહવા નગરના તમામ નાના-મોટા વેપારીઓબંધુઓને પોતાની દુકાનો સ્વયંભૂ રીતે બંધ પાળવા માટે અપીલ કરું છું. સાથે સર્વે નગરજનોને પણ આહવા નગર બંધમાં જોડાવા અપીલ કરું છું. વધુમાં આપણા જિલ્લાના આ બે આદિવાસી દીકરાઓ માત્ર ૧૯ વર્ષની વયના હોવાથી તેમના પરીવાર ઉપર ખૂબ મોટું સંકટ આવી પડેલ છે. જેથી તેમના પરીવારને આપણા વેપારી બંધુઓ તરફથી આર્થિક મદદ પણ મળે તે બાબતે આગળ આવવા અપીલ કરું છું. આપણી આ લાગણી બે સદગત નવયુવાનોને શ્રધ્ધાંજલી રૂપે અર્પિત્ત થશે. જેથી ફરી આપ સૌને વિશ્વાસ સાથે સહકાર આપવાનો અનુરોધ કરૂ છું..
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

