સમગ્ર રાજયમાં અવ્વલ રહીને કચ્છનું ગૌરવ વધાર્યું
તાજેતરમાં જ જાહેર થયેલા ગુજરાત જાહેર સેવા આયોગના પરિણામમાં નાયબ કલેકટર સહિતની વર્ગ–૧ અને વર્ગ–ર માટે યોજાનાર પરિક્ષામાં માંડવી તાલુકાના છેવાડાના વિંગડીયા ગામનો યુવક જયવિરદાન ભરતદાન ગઢવી સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંકે ઉર્તીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. નાયબ કલેકટર વર્ગ–૧માં કુલ પ૩૦.૭પ ગુણાંક સાથે જયવિરે સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને નાના એવા વિંગડીયા ગામને અનેરુ ગૌરવ પ્રદાન કર્યું છે. ૧૦૦ જણથી પણ ઓછી વસ્તી ધરાવતા વિંગડીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.પ સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૦ મા ધોરણ સુધીનું શિક્ષણ ડુમરા નવોદય વિદ્યાલય ખાતે મેળવ્યુ ં હતું. ત્યાર બાદ રાજકોટ સ્થિત મોદી સ્કુલમાં ૧ર સાયન્સ સફળતા પૂર્વક પાસ કરીને સુરત ખાતેથી મીકેનીકલ એન્જીનીયરની ઉપાધી મેળવી હતી. આટલેથી ન અટકતા જયવિરે છેક દિલ્હી પહોંચીને યુ.પી.એસ.સી.ની તૈયારીઓનો આરંભ કર્યો હતો જે આજદિન પર્ય ંત ચાલુ છે. આ દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ–૧ અને વર્ગ–ર ની પરિક્ષાઓ બહાર પડાતા જયવિરે પ્રથમ વખત જ આ પરિક્ષામાં ભાગ લઈને સમગ્ર રાજયમાં પ્રથમ પ્રયત્ને જ સવોચ્ય સ્થાન પ્રાપ્ત કર્યુ છે જે ખૂબ ગૌરવની બાબત ગણી શકાય.આ અંગે સ્વપ્રતિભાવ આપતા જયવિર ગઢવીએ જણાવ્યું હતું કે, કઠોર પરિશ્રમનો વાસ્તવમાં કોઈવિકલ્પ નથી. છેલ્લા બે વરસથી વ્હોટ્સ એપ, ફેસબુક જેવી તમામ સોશીયલ મીડીયા સાઈટથી સદંતરઅળગો રહીને કોચીંગ ઉપરાંત યુટયુબ પરથી સતતપણે ડીઝીટલી પ્રશિક્ષણ મેળવતો રહયો છું. આસફળતાની પરીપૂર્ણતા આવનારા દિવસોમાં લોકોની સેવા દ્વારા જ થઈ શકસે એ નિ:સંદેહ બાબત છે.તેમની આ સિધ્ધી બદલ કચ્છભરમાંથી અનેક રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધસંસ્થાઓના હોદેદારો, વિવિધ યુટયુબ ચેનલોના સંચાલકો તેમજ બ્લોગર તેમજ કચ્છ–સૌરાષ્ટ્ર–ગુજરાતસહિતના સમગ્ર ચારણ સમાજમાંથી તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.


