આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી . માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી . દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી . સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે . આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે . જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ પાંચમે આઠમાં દિવસે એટલે કે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી આવે છે આમ આઠ દિવસ ચાલતું આ પર્યુષણ પર્વ છે . સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ . બીજાને ક્ષમા આપીને અને પોતાનાથી થયેલ ભૂલ બદલ ક્ષમા માગીને હદયમાંથો વેરઝેરના ક્યરાને કાઢી આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા – માટેનો આ દિવસ છે . સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી જગદીશભાઈ ખીમાણી શ્રી નરેશભાઈ ખીમાણી શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવે છે કે પ્રેમ અને ક્ષમાનું અમોધ શસ્ત્ર રાખનાર વ્યક્તિ સમશેર વિના પણ સમરાંગણ જીતી શકે છે એવો આ પર્વ આપણને સંદેશ આપે છે . ક્રોધથો બળતો ચંડકૌશિકસાપ ફોધનું ઝેર ઓક્તો , ફૂંફાડા મારતો પ્રભુ મહાવીરને દંશ મારવા આવ્યો પણ ક્ષમાના અવતાર પ્રભુ મહાવીરને જોતાંજ તેનો ક્રોધ શમી ગયો . તેણે પ્રભુને દંશ દીધો ત્યારે પ્રભુના શરીર માંથી રક્તને બદલે શ્વેત દૂધની શીતળ ધારા વહી . આ છે ક્ષમા . ! અર્જુનમાળી રોજેરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત – સાત જીવહત્યા કરનાર દુષ્ટ આત્મા હતો , પરંતુ વીરપ્રભુના સત્સંગથો અને પ્રભુના ક્ષમાબળથી તેણે જીવહિંસા છોડી દીધી અને પ્રભુના સેવક બની મુનિ બની ગયા . આમ તેઓ સંસાર તરી ગયા . ક્ષમાથો દ્વેષના દુઝતા ધા રુઝાઈ જાય છે , ક્ષમાવાન જગતના ઝેરને પણ પચાવી જાણે છે . તેણે ક્યાંય હારવું પડતું નથ . ક્ષમા છે ત્યાં રુણા , કોમળતા , મૈત્રી , માધુરી , પ્રેમ અને પુરુષાર્થ છે . ક્રોધાગ્નિમાં આ બધાંજ ગુણો બળી જાય છે પરંતુ ક્ષમા એ તો કોધાગ્નિને પણ ઠારી નાખતું શીતળ ગંગાજળ છે . આમ બે તૂટેલા હૃદયને જોડવાનો સેતુ એ ક્ષમા છે માટે સંવત્સરી મહાપર્વનો મુખ્ય સંદેશ છે કે સર્વને ક્ષમા આપો . અને “ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કો ” એ રીતે સદાય મિત્રતાનું ઝરણ બીજા માટે વહાવતા રહો . ગજસુકુમાર મુનિના માથે અંગારા મુકાયા હતા , મેતારક મુનિના માથ વાધર ( ચામડાનો પટ્ટો ) વીંટાઈ , ખંધમુનિના પાંચસો શિષ્યોને કષ્ટ પડયું છતા આ સૌ મુનિઓએ આંખનો ખૂણો લાલ ર્યા વિના દુઃખ દેનાર પર પણ સમભાવ રાખ્યો હતો . ઈસુખ્રિસ્તને જેઓએ ખીલા સહિત જડી દીધા તેમના વતી પણ ક્ષમા માંગતા કહયું હતું , “ હે પ્રભુ ! તું એમને ક્ષમા મજે , એ નથી જાણતા કે એ શું કરી રહયા છે ! ” આ છે ક્ષમાપના ! સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી જગદીશભાઈ ખીમાણી શ્રી નરેશભાઈ ખીમાણી શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી એમ પણ જણાવો છે કે જૈનબંધુઓ સંવત્સરીનું પર્વ ખૂબ આનંદથો ઉજવે છે . પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન ઉપાશ્રયમાં પૂજય સાધુ સાધ્વીજી વ્યાખ્યાન આપે છે . અને આખો દિવસ જૈનો સમૂહ પ્રાથના , જાપ જેવી ધાર્મિક ક્રિયાઓ રે છે . પર્યુષણ દરમ્યાન દેરાસરમાં મુખ્ય દ્વાર પર મંડપ બાંધવામાં આવે છે . ભગવાનની સુંદર મજાની ફૂલોની આંગી દેરાસરમાં થાય છે . ( દરેક મનુષ્યો ) રોજ પૂજાપાઠ ક્રે છે . રાત્રે ભક્તિ સંધ્યા હોય છે જેમાં સુંદર પ્રભુભક્તિના સ્તવનોની રમઝટ ચાલે છે.સંવત્સરીનો દિવસ ‘ શ્રમશ્રી ’ તરીકે પણ ઓળખાય છે . પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા ફરવું તે . પર્યુષણના અંતિમ દિવસે એટલે કે સંવત્સરીના દિવસે બે પ્રતિકમણ રવાના હોય છે . બપોરના સમયે આખા વર્ષ દરમિયાન લાગેલા પાપોની આલોચના એટલે કે પ્રાયશ્ચિત રવાનું હોય છે . સાંજે પ્રતિક્રમણ કરી બધાંજ એક્બીજાને મળી પરસ્પર પ્રેમભાવથો ‘ મિચ્છામિ દુક્કમ્ ‘ રી ભૂલની ક્ષમા માગે છે . “ મિચ્છામિ દુકડમ ” એટલે ‘ મારું પાપ મિથ્યા થાઓ ‘ . વડીલો સહર્ષ બધાંને માફી આપે છે . ટપાલ , પત્ર વગેરે દ્વારા પણ લોકો એક્બીજાની ક્ષમાપના માગે છે . સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી જગદીશભાઈ ખીમાણી શ્રી નરેશભાઈ ખીમાણી શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી એ વધુમાં ઉમેર્યું કે જૈન સંપ્રદાયમાં દેરાવાસી જૈનો ભાદરવા સુદ ચોથ અને સ્થાનક્વાસી જૈનો ભાદરવાસુદ પાંચમના દિવસે સંવત્સરી ઉજવે છે . સંવત્સરીએ . તેઓ ઉપવાસ અથવા એકાસણું , આયંબિલ રે છે . અને શક્ય તેટલા ઓછાં પાપ કાયો કરવાનો સંલ્પ રે છે . તથા છકાયના જીવો એટલે કે માટી , જમીન , પાણી , અગ્નિ , પવન , વનસ્પત્તિ એમ સૃષ્ટિના સમગ્ર જીવોને અભયદાન આપે છે . કોઈ કોઈ તો આ દિવસે પૌષધ પણ કરે છે પૌષધ એટલે એક દિવસ અને એક રાત્રિ નિર્જળા રહીને ઉપાશ્રયમાંજ રહી વધુને વધુ ધાર્મિક ક્રિાઓ કરે છે . સંવત્સરીના બીજા દિવસે બિયાસણું , એકાસણું , આયંબિલ , ઉપવાસ વગેરે તપસ્યા કરનાર તપસ્વી ગુંદની રાબ કે મગનું પાણી વગેરે પ્રવાહી લઈને પારણાં કરે છે . જે કાંઈ વિતરાગની આજ્ઞા વિદ્ધ થયું હોય તો * મિચ્છામિ દુકડમ્ ‘ ‘



