શંખેશ્વર મહાતીર્થે 108 ભક્તિ વિહારના પ્રાંગણે મહાવીર જન્મ વાંચનની ભવ્ય ઉજવણી કરાઈ

પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે-મુનિ શૌર્યશેખર વિજયજી

શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિ હેમદર્શન વિજયજી મ.સા,પૂજય મુનિ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા આદિ થાણાની પાવનકારી નિશ્રામાં પર્યુષણ મહાપર્વ ના પાંચમા દિવસે ભવ્યાતિભવ્ય રીતે મહાવીર જન્મ વાંચનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂજય મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે પર્યુષણનો પંચમ દિવસ એટલે પ્રભુ મહાવીરની જન્મ વાંચનનો દિવસ કહેવાય.પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે. તીર્થંકરના અતિશય પુણ્યનો આ પ્રભાવ હોય છે.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા.ચૌદ સ્વપ્નને પધરાવવાનું ફૂલની માળા,મોતીની માળા પહેરાવી તેને ઝૂલાવવાના વિવિધ ચડાવવા બોલી સકલ સંઘને દર્શન કરાવવામાં આવેલ.આ સાથે અષ્ટમંગલને પણ ફૂલની માળા,મોતીની માળા પહેરાવવાનો તેમજ પધરાવવાનો અને સકલ સંઘને દર્શન કરાવવાનો ચડાવો બોલાવવામાં આવેલ.જેમાં અલગ-અલગ પરિવારોએ લાભ લીધેલ.જન્મની વધાઈ થતાં જ શ્રાવકોએ શ્રીફળ વધેરવા દ્વારા આનંદ વ્યક્ત કરેલ.આ પ્રસંગે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા પેંડાની પ્રભાવના કરવામાં આવેલ.સાંજે 108 ભક્તિ વિહારના મૂળનાયનક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની વિશિષ્ટ આંગી રચવામાં આવેલ.જેમાં ભાવિક ભક્તોએ દર્શન કરેલ.

જીજ્ઞા શેઠ પાટણ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM