પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સાતમો દિવસ
પર્યુષણ પર્વનો સાતમો દિવસ એટલે મહાવીર સ્વામી સિવાયના ત્રેવીસ તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રના શ્રવણ નો અવસર આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો આ પ્રમાણે થયા (1)ઋષભદેવ (2) અજીતનાથ (3) સંભવનાથ (4) અભિનંદન સ્વામી (5) સુમતિનાથ (6) પદ્મપ્રભુ (7) સુપાર્શ્વનાથ (8) ચંદ્રપ્રભુ (9) સુવિધિનાથ (10) શીતલનાથ (11) શ્રેયાંસનાથ (12) વાસુપૂજ્ય સ્વામી (13) વિમલનાથ (14) અનંતનાથ (15) ધર્મનાથ (16) શાંતિનાથ (17) કુંથુનાથ (18) અરનાથ (19) મલ્લિનાથ (20) મુનિસુવ્રત સ્વામી (21) નમિનાથ (22) નેમિનાથ (23) પાર્શ્વનાથ (24) મહાવીર સ્વામી.ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર,વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીમાં, નેમનાથ ગિરનારમાં,મહાવીર સ્વામી પાવાપુરી અને તે સિવાયના સર્વ તિર્થંકરો સમેત શીખરજીમાં નિર્વાણ પામ્યા હતા.તીર્થંકરોના ચ્ચવન,જન્મ,દિક્ષા,કેવળ જ્ઞાન અને મોક્ષ એ કલ્યાણ કહેવાય છે.કારણકે તે જગતના જીવોના કલ્યાણર્થે હોય છે.આ પાંચય કલ્યાણક સમયે સહુ જીવો સુખ અને આનંદનો અનુભવ કરે છે.સમવસરણમાં બિરાજમાન તીર્થંકરની દેશના સૌ શ્રોતાઓને પોતા પોતાની ભાષામાં સમજાય છે.તેઓ જ્યાં જ્યાં વિચરે છે.ત્યાં રોગ શોક વિસાદ સઘળું નાશ પામે છે.તીર્થંકરોની જીવનકથા સંદેશ આપે છે કે કરેલા કર્મો સૌ કોઈને ભોગવવા પડે છે.અને તેમાં કોઇ ભેદભાવ નથી.પ્રચંડ પુરુષાર્થ અને સાધનાના બળે કર્મોનો નાશ કરી શકાય છે.અને તે દ્વારા દરેક આત્મા પરમાત્મા બની શકે છે.તીર્થંકરોની પૂજાથી ઉપસર્ગો ક્ષય પામે છે.વિઘ્નરૂપી વેલડીઓ છેદાઈ જાય છે.અને મન પ્રસન્નતાને પામે છે.તેમના જીવન ચરિત્રો રૂપી ધર્મકથાનું શ્રવણ ઉત્કૃષ્ટ મંગલ છે.
જીજ્ઞા શેઠ પાટણ


