રૂપાલ ગામ ખાતે જિલ્લાની સ્વ- સહાય જૂથની બહેનો માટે બી.સી.સખીની તાલીમ કાર્યક્રમનો આરંભ

ગાંધીનગર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન(BOB RSETI) ગાંધીનગરની રૂપાલ ગામ સ્થિત તાલીમ સંસ્થાન ખાતે “આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી ” કરવામાં આવી હતી. જે અંતગર્ત તા. ૨૯મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી દેવાંગી દેસાઇના હસ્તે જિલ્લાની સ્વ-સહાય જૂથની બહેનો માટે બી.સી. સખીની તાલીમ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત “Mission One GP one Bc sakhi” અંતર્ગત ગાંધીનગર જિલ્લાની સ્વ- સહાય જૂથની બહેનો માટે આ છ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો છે. તાલીમ બાદ IIBFની ઓન-લાઇન પરિક્ષા સફળતા પૂર્વક પાસ કરી તાલિમાર્થીઓ ફાળવેલ ગ્રામ પંચાયતમાં બેઝનેસ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં બેંકિંગ સેવાઓ માટેના નાણાકીય સમાવેશન કાર્યને વધુ પ્રોત્સાહન મળશે. તેમજ જે તાલીમાર્થિઓએ ગત વર્ષે તાલીમ પૂર્ણ કરેલ હતી તેઓને IIBF સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હાલ જે તાલીમાર્થિઓ બીસી સખીનું સફળતાપૂર્વક કામ કરે છે, તેઓને DRDA તરફથી પોત્સાહન સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી જિતેન પારેખ, આસિસ્ટંટ પ્રોજેક્ટ મેનેજર શ્રીમતિ સ્મિતાબેન દવે તથા શ્રીમતી સંગિતાબેન બામણીયા, રણજિતભાઇ મોચી અને બરોડા આરસેટી નિયામક શ્રી પ્રદીપ ઘોઘરા તથા સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM