વલસાડ નો અનેરો ગાંધી મ્યુઝીમ

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે..,, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…..

પોતાના ઘર માં ગાંધીજી ની યાદો નો નજરાણો ગાંધી વિચાર ધારા નો એક પ્રવાહ સમો છે..

શબ્દ સંકલન:- સીમા ભટ્ટાચાર્ય

અહિંસા અને સત્ય ના માર્ગ પર જીવન અર્પિત કરી દેશ ને આઝાદી અપાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી ના આદર્શો સિદ્ધાંતો અને સમાજ ના લોકો પ્રત્યેની જવાબદારી સમજવી આજ ના યુગ ના યુવાઓ ને ગાંધી વિચાર ધારા સાથે જોડાવાનું કામ દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કરી રહ્યા છે.વડા પ્રધાન મોદી ની સાબરમતી આશ્રમ ની મુલાકાત વખતે તેમણે આશ્રમની વિઝિટર બુકમાં પોતનો અનુભવ લખ્યો હતો. જેમાં તેએઓ લખ્યું હતું કે, આશ્રમમાં આવીને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ મજબૂત થાય છે. આશ્રમમાં આવીને તપ અને ત્યાગની ભાવના મજબૂત થાય છે. સાબરમતી આશ્રમમાં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. અને આશ્રમથી ગાંધીએ આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો.

આવોજ એક પ્રયાસ વલસાડ માં છેલ્લા ૨૯ વર્ષની અથાગ મહેનત અને ગાંધી વિચારો થી પ્રભાવિત થઈ ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે જાણીતા ધનસુખ ભાઈ મિસ્ત્રી
એ પોતાના બંગલાને ગાંધીજીની દુર્લભ ચીજવસ્તુઓ સાથે સાંકળી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું છે. વિશ્વના વિવિધ દેશો દ્વારા ગાંધીજી માટે બનાવવામાં આવેલી અનેક સ્ટેમ્પ ટિકિટ પણ અહીં જોવા મળે છે.

ગાંધીજી સાથેની કેટલીક ચીજો તેઓ ને મળીને એમના વિશેના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યા બાદ, મહાત્મા ગાંધીના વિચારો થી એટલા પ્રભાવિત થયા કે જે બાદ એમને ગાંધીજી સાથે જોડાયેલી ચીજો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.આજે એમની પાસે ગાંધીજીને લગતી અનેક ચીજો એકત્ર કરી છે. લાકડી, ચરખો, ટોપી, સિક્કા ઇન્ક પેન ઘડિયાળ, સહિત અનેક એવી દુર્લભ ચીજો એમના પાસે ઉપલબ્ધ છે. એટલું જ નહીં એમને પોતાના ઘરને જ ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કરી દીધું છે.

ધનસુખભાઈ મિસ્ત્રીએ એકત્ર કરેલા ફોટો સહિત અનેક ચીજોનો ખજાનો એક જગ્યાએ રાખવો મુશ્કેલ હોવાથી એમને પોતાના બંગલાના એક આખા માળના ચાર રૂમને ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કઈ દીધા છે. એમની પાસે ગાંધીજી ના જીવન ને લગતી અનેક દુર્લભ ચીજો છે.

ધનસુખભાઈ એ એકત્ર કરેલી ચીજોમાં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મહાત્મા ગાંધીજીની વિવિધ ટપાલ ટિકિટ્સ, ગાંધીજી સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓની તે સમયની તસવીરો, ગાંધીજી તંત્રી હતા, તે સમયના નવજીવ ન્યૂઝ પેપરો, ચરખો, તક્તિ, રેઝર, ટોપી, લાકડી, ચપ્પલ સહિતની વસ્તુને લોકો સ્પર્શ કરીને નિહાળી શકે છે.

ધનસુખભાઈ મિસ્ત્રીએ કમલમ ન્યૂઝ ના માધ્યમથી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અરજ કરી છે કે, એમનું આ મ્યુઝિયમ સમગ્ર દુનિયા જોઈ શકે એ માટે એમને કેવડિયા કોલોની ખાતે મ્યુઝિયમ લગાવવા માટે મદદ મળે.. જેથી ત્યાં આવનારા દરેક વ્યક્તિ ગાંધી વિચારો અને મૂલ્યો જોઈ અને જાણી શકે છે.અને આજની યુવા પેઢી માં ગાંધી વિચારો નું સિંચન થઈ શકે.

આમ આ અનેરા ગાંધી વિચારક એવા ધનસુખ ભાઈ મિસ્ત્રી એ સુંદર પ્રયાસ કર્યો છે.વલસાડ આવવાનું થાય તો અચુક આ ગાંધી મ્યુઝીમ ની મુલાકાત લેવા લોકો ને અનુરોધ પણ કર્યો હતો…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM