દ્વારકાધીશને બે ધ્વજા તો બીજી મુળ સ્થાન ના બદલે નીચે ભારે પવન વરસાદ થી મેઘાએ ધમરોળી તીર્થનગરી

જામનગર   ( ભરત ભોગાયતા)
પશ્ર્ચિમભારતના તીર્થછેત્ર મોક્ષપુરી દ્વારકા મા સુપ્રસિદ્ધ જગતમંદિર શિખર  ઉપર  મુળ સ્થાને    ધ્વજાજી આરોહણ માટે ભારે પવન અડચણ બને છે માટે અગાઉની ધ્વજા ઉતારી ન શકાય અને બીજી ધ્વજા થોડી નીચે ચડાવવી પડે છે 
સૌરાષ્ટ્ર ભર સાથે દ્વારકામાં પણ ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જોકે વાવાઝોડાની શક્યતા નહિવત છે. પરંતુ ગાજવિજ સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તાર ઇસ્‍કોન ગેટ, તોતાદ્રી મઠ, રેલ્વે પુલ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે નગરપાલિકા દ્વારા પાણી કાઠવા પંપ ચાલુ કરી દેવાયા છે. 
         પવનની ગતિ વધુ હોવાથી દ્વારકા જગત મંદિર ના શિખર પર અડધી કાઠીએ ધ્વજાજી ચડાવવામાં આવી છે. બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને માછીમારી કરવા ગયેલી બોટોને તાકીદે પરત ફરવાનું સૂચન કરવામાં આવ્યા હતા જોકે હવે ખતરો નથી છતાય તકેદારી રખાઇ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM