” રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવણી “

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા .૦૨ / ૧૦ / ૨૦૨૦ ના રોજ આયોજીત ગાંધી પ્રતિમાને સુતરાંજલિ સહ ગાંધીવંદના , પુસ્તિકા વિમોચન અને સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમ બાબત . પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે હાલની વૈશ્વિક મહામારી ” કોરોના વાયરસ ” ( COVID – 19 ) ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ , કોરોના વાયરસના સંક્રમણ અંગેના અટકાયતી , તકેદારી તથા નિયંત્રણના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા તા .૦૨ / ૧૦ / ૨૦૨૦ ને શુક્રવારના રોજ સવારે ૭.૩૦ કલાકે ગાંધીબાગ , ચોકબજાર ખાતે સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ફકત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ , સાંસદશ્રીઓ , ધારાસભ્યશ્રીઓ , મ્યુનિ.કમિશનરશ્રી મારફત સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ગાંધી પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના કાર્યક્રમ તથા રંગ ઉપવન , ચં.ચી.મહેતા નાટ્યગૃહ , મક્કાઈ પુલ ખાતે સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ” સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા ” પુસ્તિકાનું વિમોચન અને સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . તા .૦૨ / ૧૦૨૦૨૦ ના રોજ સુવર્ણમયી સવારે ગાંધી બાગ , ચોકબજાર ખાતે સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે માન.મેયરશ્રી ડૉ.જગદીશ પટેલ , સાંસદશ્રી સી.આર.પાટીલ , સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ , ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ , ધારાસભ્યશ્રી પ્રવિણ ઘોઘારી , ડે.મેયરશ્રી નિરવ શાહ , સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અનિલભાઈ ગોપલાણી , મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાની , આઈ.એ.એસ . , શાસકપક્ષ નેતાશ્રી ગિરિજાશંકર મિશ્રા , દંડક શ્રીમતી દક્ષાબેન જરીવાલા , અધ્યક્ષશ્રી , સાંસ્કૃતિક સમિતિ , શ્રીમતી રચિમકાબેન પટેલએ પૂજય ગાંધી બાપૂની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરી હતી . ત્યારબાદ ચં.ચી.મહેતા નાટ્યગૃહ ( રંગ ઉપવન ) , મક્કાઈ પુલ , સુરત ખાતે ” સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા ” પુસ્તિકાનું વિમોચન અને સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં સામેલ થયા હતા . સુરત શહેરમાં પૂજય મહાત્મા ગાંધીજીના પાવન પગલાં પડયા હતાં તેનું સ્લાઈડ શો દ્વારા સૌએ નિદર્શન કર્યા બાદ માન.મેયરશ્રી ડૉ.જગદીશ પટેલએ ” સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા ” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું . પ્રાસંગિક ઉદ્દબોધનમાં મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વિશ્વને પ્રકાશ જયોતી આપનાર પૂજય મહાત્મા ગાંધીજીના જન્મ દિવસની ઉજવણીએ નગરજનોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે , વિશ્વવંદનીય મહામાનવ રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીની શાર્ધશતાબ્દી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે શહેરીજનોના સહયોગથી આપણું સુરત શહેર ભારતનું બીજા નંબરનું સ્વચ્છ શહેર બની ખ્યાતી પામ્યું છે . પૂજય મહાત્મા ગાંધીજી સુરત શહેરમાં તેમના જીવનકાળ દરમ્યાન પધારેલ તે સ્થળોની માહિતી સાથેનું આ પુસ્તક તમામ શહેરીજનો વાંચે અને તેનો અન્ય ભાષામાં અનુવાદ કરી વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું . સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષએ પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણીએ પૂજય બાપુ ” દાંડી યાત્રા ” દરમ્યાન સુરત વિસ્તારમાં ઓલપાડ અને છાપરાભાઠા રાત્રી રોકાણ કર્યું હતું તેવા સ્થળોએ યાત્રી નિવાસ કરનાર યાત્રીઓને ભોજન સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી આજરોજ વિમોચન કરવામાં આવેલ આ પુસ્તકને હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર કરી પ્રકાશિત કરવા અનુરોધ કર્યો હતો . માન.મેયરશ્રી ડૉ.જગદીશ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે , પૂજય મહાત્મા ગાંધીજીની આ ૧૫૧ મી જન્મ જયંતીની ઉજવણીએ , પૂજ્ય મહાત્મા ગાંધીજીએ શહેરમાં , જે જે જગ્યાઓની મુલાકાત લીધી હતી , જે જે સ્થળોએ સભા , ભોજન , રાત્રીનિવાસ , સંસ્થાઓના ઉદ્દઘાટન કર્યા હતા , તેવા સ્થળો આપણા માટે ગાંધીતીર્થ સમાન છે , એ તીર્થસમા સ્થળોના ઈતિહાસની પેઢી દર પેઢી જાળવણી થતી રહે , એ માટેના સ્તુત્ય પ્રયાસ રૂપે મહાત્મા ગાંધીજીની સુરત સાથેની સ્મરણિકાઓ છે તે અભિવ્યકત થાય તે હેતુથી આજે આપણે સંસ્મરણો સહ સ્મૃતિ સ્થાનો અંગેનો સ્મૃતિગ્રંથ ” સુર્યપુરની ગાંધીસ્મરણ યાત્રા ” સંપાદિત કરી પ્રસિધ્ધ કરવા જઈ રહ્યા છે . જે આપણા માટે ગૌરાન્વિત ઘટના છે અને સુરતીજનોને આ પુસ્તકને વધાવવાની , વંચાવવાની , તેના પર મંથન કરી જે કંઈ પણ અન્ય માહિતી ઉપલબ્ધ હોય , તેવી દુર્લભ માહિતી કે તસ્વીરોનું સંકલન કરી તેને સંવર્ધિત કરવા આહવાન કર્યું હતું . જેથી સુરતની બહુમુખી પ્રતિભા સમાન ” સુર્યપુરની ગાંધી સ્મરણ યાત્રા ” પુસ્તકની બીજી આવૃત્તિ દળદાર બને . રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મજયંતિ ઉજવણીએ યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી કુમારભાઈ હરેશભાઈએ હિન્દુ ધર્મની , મુસ્લિમ મૌલવીશ્રી મૌલાના અબ્દુલ આઝમ દુધવાલાએ મુસ્લિમ ધર્મની અને પારસી ધર્મગુરૂશ્રી સાયરસ મા.દસ્તુરજ નોસીરવાન મંચેરશા દસ્તુરએ પારસી ધર્મની તથા ફાધર ડેનીશ અમીને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના રજુ કરી પૂજય મહાત્મા ગાંધીજીની ” સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને ચરિતાર્થ કરી હતી . ઉપસ્થિત તમામ ધર્મના ધર્મગુરૂશ્રીઓએ ભારત દેશમાં અમન અને શાંતિની સાથે રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે અભ્યર્થના કરી હતી .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM