મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નવસારી ખાતે હેન્ડવોશ કેમ્પેઇન અને માતા યશોદા ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

બાળકો-કિશોરીઓ-સગર્ભા માતાઓ કુપોષણ મુકત બને તે માટે રાજય સરકાર વિશેષ ચિંતા કરે છે- વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી રમણલાલ પાટકર

નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનને માતા યશોદા ઍવોર્ડથી સન્માનિત કરાયા

ડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા તા.૨ જી ઓકટોબર – પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં ૧૨૦ જગ્યાઍ હેન્ડ વોશ કેમ્પેઇન કાર્યક્રમ રાખવામા આવ્યા હતાં. હેન્ડવોશ કેમ્પેઇંગ અને માતા યશોદા ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ બી.આર.ફાર્મ, ઇટાળવા, નવસારી ખાતે વન અને આદિજાતિ વિકાસના રાજય મંત્રી શ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

                આ પ્રસંગે વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મજયંતિ ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. ત્યારે પૂ.બાપુના વિચારધારાને અનુસરીને શહેર/ગામડાંઓમાં સ્વચ્છતા રહે તેમજ આવનારી પેઢીઓ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે તે જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ સ્વચ્છ ભારતના નિર્માણ માટે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે. જેને લોકોના સાથ સહકારથી ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઇ છે. મંત્રીશ્રી કહયું હતું કે, કોરોનાના સમયમાં આંગણવાડીની બહેનોઍ કોરોના વોરીયર કામ કરી સેવાનું ઉત્તમ કામગીરી બજાવી છે. આંગણવાડીની બહેનો બાળકોને આરોગ્યપ્રદ નાસ્તો, ભોજન સાથે બાળક કુપોષિત ન રહે તે માટે ખૂબ કાળજી લઇ રહી છે. આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદા ઍવોર્ડ આપવામાં આવે છે. રાજય સરકાર બહેનો માટે ૨૪૧ જેટલી યોજનાઓ અમલમાં મૂકી છે. બહેનો માટે સ્વરોજગારી મેળવવા માટે ઍક લાખની લોન આપવામાં આવી રહી છે. બહેનનો સંતુલન વિકાસ થાય-સન્માનથી જીવી શકે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ કુપોષણમુકત બને તે માટે રાજય સરકાર તેમની વિશેષ ચિંતા કરી કાળજી રાખે છે.

                આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇઍ ગાંધી જયંતિના પવિત્ર દિવસે યોજાયેલા હેન્ડવોશ કેમ્પેઇંગ અને માતા યશોદા ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વચ્છતાનું મહત્વ આપણને પૂ.મહાત્માં ગાંધીજીઍ શીખવાડયુ હતું.તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. નવસારી જિલ્લાની આંગણવાડીની બહેનો પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. આંગણવાડીની શ્રેષ્ઠ બહેનોને માતા યશોદાનું બિરૂદ આપવામાં આવ્યું છે.

                નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નશામાંથી મુકિત મેળવવા તેમજ જાગૃતિ કેળવવા બહેનો અને દિકરીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. જે આંગણવાડી બહેનોને યશોદા ઍવોર્ડ આપીને સન્માનિત કરાયા હતાં તેઓને અભિનંદન પાઠવ્યા હતાં.

                રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઍ નવસારી જિલ્લાની કુલ-૦૬ આંગણવાડીનું ઇ-લોકાર્પણ -ઇ ભૂમિપૂજન તથા નંદધર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ ઍપ્લીકેશનનું લોન્ચીંગ કર્યુ હતું.

                આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું.

                આ અવસરે વનમંત્રી શ્રી રમણલાલ પાટકર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાઍ પસંદગી પામેલી ઍક આંગણવાડી કાર્યકર અને ઍક તેડાગર બહેનને માતા યશોદા ઍવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

                આ પ્રસંગે મહિલા બાળ વિકાસના અધ્યક્ષ શ્રીમતી સીતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન પટેલ, શહેર અગ્રણી શ્રી ભૂરાલાલ શાહ, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની સહિત અધિકારીઓ/પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.     કાર્યક્રમનું સંચાલન સી.ડી.પી.ઓ. શ્રીમતી રંજનબેન પટેલે કર્યુ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM