મસ્કા ગ્રામ પંચાયત માં જિલ્લા કાનૂની સતા મંડળ કચ્છ દ્વારા કાનૂની સહાયતા કેન્દ્ર શરૂ કરાયું

“ખૂબ સરળતાથી લોકો ને સ્થાનિક લેવલે જ સચોટ કાનૂની સહાયતા અને માર્ગદર્શન એ પણ નિશુલ્ક મળશે”

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા મસ્કા ગામે કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી ગામ ના લોકોને સૌને ન્યાય અને યોગ્ય માર્ગદર્શન માટે ગ્રામ પંચાયત સ્તરે કાનૂની સહાયતા મળી રહે અને કાનૂની જાગૃતતા માટે જિલ્લા કાનૂની સતા મંડળ કચ્છ મહિલાઓ વિકાસ સંગઠન અને મસ્કા ગ્રામપંચાયત ના સંયુક્ત ઉપક્રમે શિબિર યોજવામાં આવી.
આ શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ જજ બી.એન પટેલ સાહેબ નું ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું હતું.જજ શ્રી બી.એન પટેલ સાહેબે ન્યાયતંત્રની કામગીરી,યોજનાઓ,અને ગામ સ્તરે તકરાર નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.કચ્છ મહિલા વિકાસ સંગઠના ખતા બેન, વાલબાઈ બેન ગઢવી દ્રારા મહિલા સલામતી માટેની કામગીરીની માહિતી આપી હતી મહિલા અગ્રણી શિલ્પાબેન નાથાણી એ મહિલાઓ માટેના યોજનાઓ અને મહિલા ઉત્કર્ષ ની માહિતી આપી હતી.સરપંચશ્રી કિર્તીભાઇ ગોર દ્વારા પ્રસંગિક પ્રવચનમાં સૌ ને આવકારી મસ્કા ગામે કાનૂની સહાયતા કેન્દ્ર ખુલ્લું મૂકવા બદલ જજ સાહેબ નો આભાર માન્યો હતો,સાથે હેલથવર્કર અને આંગણ વાડી ની બહેનો દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવા બદલ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરી બિરદાવવામાં આવ્યું હતું ડો.મૃગેશભાઈ બારડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાલિકા પંચાયતના સભ્યો વિધીબેન નાકર અને એમની ટીમ દ્વારા જજ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાલિકા પંચાયત ની કામગીરી થી વાકેફ કરાયા હતા આ પ્રસંગે મહિલા મંડળ ના પ્રમુખ રેખાબેન જોશી માલતી બેન મોતા હેમલબેન નાથાણી સીમા બેન નાથાણી જયશ્રી બેન સોમૈયા દીનાબેન મોતા મીનાબેન મહેશ્વરી સહિત બહોળી સંખ્યા માં મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *