મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

રીપોર્ટ… ડેવિડ પટેલ.

ન્ય પ્રાણી સપ્તાહ 2021 અંતર્ગત વનવિભાગની વિસ્તરણ રેન્જ મહેસાણા દ્વારા પરા માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી તથા સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ લોખંડવાલા તથા પરા પ્રાથમિક શાળાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીગણ ,નાયબ વન સંરક્ષક શ્રી રેણુકા દેસાઈ તેમજ શાળાના આચાર્ય તથા સ્ટાફ ગણ અને વન વિભાગના કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ ની અંદર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીને ઇનામ એનાયત કરવામાં આવ્યું તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીના વન્ય પ્રાણી સપ્તાહ અંગે નો લાઇવ પ્રોગ્રામ માં પણ ઉપરોક્ત મહાનુભાવો સ્કૂલના કર્મચારીઓ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *