નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી શાહના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

શૈશવ રાવ

પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો-રજૂઆતોને ટોચ અગ્રતા આપીને તેના ત્વરિત અને ઝડપી ઉકેલ સાથે યોજનાકીય લાભો મહત્તમ મળી રહે તે દિશાના પ્રયાસોવધુ ઘનિષ્ઠ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનો અનુરોધ

જનપ્રતિનિધિશ્રીઓ તરફથી કરાતી રજૂઆતો સંદર્ભે તેનો સુચારૂ ઉકેલ લાવવા અને સંકલન સમિતિની યોજાતી બેઠક અગાઉ સંબંધિત જનપ્રતિનિધિશ્રીને એડવાન્સમાં પ્રત્યુત્તર પાઠવવા અને જરૂરી પરામર્શ સાથે આ બાબતની સુનિશ્વિતતાની ખાત્રી કરી લેવા “ ટીમ નર્મદા ” ને શ્રી શાહની ખાસ હિમાયત

ર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને ટોચ અગ્રતા આપીને તેના ઝડપી અને ત્વરિત ઉકેલ સાથે મહત્તમ વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ સરળતાથી મળી રહે તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવવા ખાસ અનુરોધ કર્યો છે. શ્રી શાહે જનપ્રતિનિધિશ્રીઓ તરફથી કરાતી રજૂઆતો સંદર્ભે તેનો સુચારૂ ઉકેલ લાવવા અને સંકલન સમિતિની યોજાતી બેઠક અગાઉ સંબંધિત જનપ્રતિનિધિશ્રીને એડવાન્સમાં પ્રત્યુત્તર પાઠવવા અને જરૂરી પરામર્શ સાથે આ બાબતની સુનિશ્વિતતાની ખાત્રી કરી લેવા “ ટીમ નર્મદા ” ને ખાસ હિમાયત કરી છે.

નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી પ્રતિક પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, શ્રી દિપક બારીયા અને શ્રી અશોક ડાંગી, SOUADTGA ના નાયબ કલેક્ટરશ્રી નિલેશ દૂબે અને શ્રી નિકુંજ પરીખ, જિલ્લા આયોજન અધિકારીશ્રી શષાંક પાંડે સહિત “ટીમ નર્મદા” ના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લામાં વિકાસલક્ષી હાથ ધરાનાર પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી વધુ વેગીલી બનાવી જિલ્લાના લક્ષિત લાભાર્થીઓને જે તે લાભો ઝડપથી મળી રહે તે જોવા શ્રી શાહે ખાસ ભાર મૂક્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “ નોંધારાનો આધાર પ્રોજેક્ટ “ ની બાબત હવે નર્મદા જિલ્લા પુરતી સિમિત રહેલ નથી. આ પ્રોજેક્ટના અમલની રાજ્યકક્ષાએ પણ ગંભીરતાથી સવિશેષ નોંધ લેવાઇ છે અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ ધ્વારા આ પ્રોજેક્ટનો અન્ય જિલ્લાના શહેરી વિસ્તારોમાં અમલ થાય તે દિશામાં હાથ ધરાનારી વિચારણાને અનુલક્ષીને આ પ્રોજેક્ટના અભ્યાસ માટે આગામી સમયમાં આ જિલ્લામાં ઘણી બધી મુલાકાતો યોજાવાની સંભાવના રહેલી છે, ત્યારે આ પ્રોજેક્ટની વેબસાઇટ-વેબ પોર્ટલની થઇ રહેલી તૈયારીઓ સંદર્ભે તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા જે તે લાભાર્થીઓની હાલની સ્થિતિ સહિતની આનુસંગિક અન્ય તમામ બાબતો અદ્યતન રાખવાની સાથે તે અંગેની જરૂરી વિગતો જિલ્લા પ્રસાશનને પુરી પાડવા શ્રી શાહે સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે સંબંધિત વિભાગોને તેમના ખાતા હસ્તકના ખાતમુહુર્ત કે લોકાર્પણ થઇ શકે તેવા વિકાસ કામોની યાદી, જિલ્લામાં મહત્વના અમલી મુખ્ય પ્રોજેક્ટસ સહિત ભાવિ પ્રોજેકટસની વિગતો પુરી પાડવા ઉપરાંત રાજ્યકક્ષાએ પડતર નીતિ વિષયક પ્રશ્નો-બાબતોની વિગત, ગુડગવર્નન્સ સંદર્ભે જે તે વિભાગની અમલી યોજનાઓના લાભો હજી પણ વધુ ઝડપથી અને સરળતાપુર્વક મળી રહે તે માટેના જરૂરી સૂચનો સાથેની કાર્યયોજના મોકલી આપવા અને એક બીજા સરકારી વિભાગો સાથે સંકળાયેલ આંતરિક બાબતો કે પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટેની વિગતો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સમયસર રજૂ થાય તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા તરફથી નર્મદા યોજનામાં જતા ગામોના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોના નિકાલ અંગે, એસ.ટી. બસ સેવા અંગે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જુદા જુદા પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને અપાતી રોજગારી સહિતની અન્ય બાબતો અંગે કરાયેલી રજૂઆત અંગે જરૂરી ચર્ચા-વિચારણા સાથે તેનો યોગ્ય અને સુચારૂ ઉકેલ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તદ્ઉપરાંત સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા તરફથી રજૂ કરાયેલા કરજણ નહેર, જિલ્લા રજિસ્ટ્રાર-સહકારી મંડળીઓ, માર્ગ અને મકાન વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ વગેરે જેવા વિભાગોના પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા સહિત તેના ઉકેલ માટેની સૂચના સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM