જામનગર શહેરના વોર્ડ નં ૪ રૂ.૧.૨૬ લાખના સીસી બ્લોકના કામનુંરાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ ખાતમુર્હૂતકર્યુ

શહેરના વોર્ડ નં. ૪માં નવાગામ ઘેડ-સરકારી સ્કુલ પાસે રૂ.૧.૨૬લાખના ખર્ચે થનારાસીસી બ્લોકકામોનું ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે કરાયુ હતું.મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાની ૧૦ ટકા લોકભાગીદારી ગ્રાન્ટમાંથી આ કામ કરાશે.આ પ્રસંગેનગરસેવકો સર્વશ્રી કેશુભાઇ માડમ, જડીબેન સરવૈયા, રચનાબેન નંદાણિયા, તથા અગ્રણીશ્રી દિલીપસિંહ જેઠવા, જયારાજસિંહ જાડેજા, સામતભાઇ પરમાર, કાંતિભાઇ બારોટ, ગજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજ સિંહ ઝાલા, વિજયસિંહ ગોહિલ, રામજીભાઇ બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *