સુરત ,મહુવા રીપોર્ટર મયુર પટેલ
મહુવા તાલુકાના શ્રીઅનાવલ વિભાગ સાર્વજનિક કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા અનાવલ હાઈસ્કૂલ ના હોલમાં મળી હતી આ સભાની ચૂંટણી દરમિયાન વિપુલભાઈ નગીનભાઈ પટેલ ને ફરી બિન હરીફ સંસ્થાના ચેરમેન તરીકે ચૂંટાયેલા ની વરણી કરવામાં આવી હતી શ્રીઅનાવલ સાર્વજનિક કેળવણી મંડળના એજન્ડાના કામો ને આગળ ચલાવતા સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો ટ્રસ્ટીની મુદત પૂરી થતી હોય ફરી વરણી કરવાની હતી એજન્ડાના કામો આગળ વધતા પ્રમુખની વરણી માટે વિપુલભાઈ નગીન ભાઈ પટેલ ની દરખાસ્ત અને ઉપપ્રમુખ માટે ઝવેરભાઈ પરભુભાઈ પટેલ ની દરખાસ્ત હરેશભાઈ કેદારીયા એ મૂકી હતી જેને ટેકો નરોત્તમભાઈ એ આપ્યો હતો આપ્યો બીજી દરખાસ્ત ન આવતા વિપુલભાઈ નગીનભાઈ પટેલ પ્રમુખ અને ઝવેરભાઈ પરભુ પટેલ ઉપ-પ્રમુખ ની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા આ સાથે આગામી વર્ષ માટે પાંચ ટ્રસ્ટીઓ ડો.બાબુભાઈલલ્લુભાઈ, પટેલ, હસનભાઈ ઈસપભાઈ કાંટી, અતુલભાઇ રામુભાઈ પટેલ, કાન્તીભાઈ મગનભાઈ પટેલ, અમૃતભાઈ દેવજીભાઈ પટેલ અને આગામી ત્રણ વર્ષ માટે કારોબારી સભ્ય તરીકે રામુભાઈ લીમજી ભાઈ પટેલ, નગીનભાઈ બહાદુરભાઇ પટેલ, બાલુભાઇ ખુશાલભાઈ પટેલ, ઠાકોરભાઈ કુંવરજીભાઇ રાઠોડ ,હરીશભાઇ મગનભાઈકેદારીયા, સિદ્દીક ભાઈ હસનભાઈ ચોરા વાલા, મીનહાઝ નયયમુદ્દીનભાઈ શેખ, પ્રભાતસિંહ ગણપતસિંહ દેસાઈ,ફતેસિંહ નાથુભાઈ દેસાઈ, જિગનેશ પ્રવીણભાઈ ભાઈ શાહ, જયેશભાઈ ઇચ્છુભાઇ પટેલ પણ ચૂંટાયેલા ની વરણી કરવામાં આવી હતી..




