ગુજરાતની રાજધાની ગાંધીનગર એટલે રાજકીય મહાનુભાવો અને ઉચ્ચ સરકારી અધિકારીઓના નિવાસ સ્થાન તથા મહત્વપુર્ણ સરકારી કચેરીઓથી ધમધમતું નગર.જ્યાં સતત ચોવીસ કલાક જડબેસલાક ચુસ્ત સલામતી સુરક્ષા વ્યવસ્થા હોય છે.અત્યંત સલામત અને સુરક્ષીત ગણાતા ગાંઘીનગર ની આસપાસના વિસ્તારોમાં ગજબનો ખોફનાક ડર લોકોમાં છવાયેલો રહેતો હતો.વર્ષ 2018ની સાલની ઘટના છે.તે સમયે લોકો ખેતરમાં જતા ડરતા હતા કે સુમસામ રસ્તાઓ પરથી એકલા પસાર થવામાં ડરતાં હતા.તેમને સીરીયલ કિલરનો ખોફનાક ડર સતાવતો હતો.ગાંધીનગરના આસપાસના વિસ્તારો માં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને ત્રણ વ્યક્તિ અને નિકોલ વિસ્તારના જ્વેલર્સની ક્રુર ઘાતકી હત્યાઓ કરી સનસનાટી મચાવનાર સીરીયલ કિલરના કરતુતો પણ ચોંકાવનારા છે.સામાન્ય સાયકલ ચોરીનો ગુનો આચરીને ચાર ચાર વ્યક્તિઓની ક્રુર ઘાતકી હત્યા કરનાર સીરીયલ કિલર પોલીસને થાપ આપવામા માહેર સાબીત થયો હતો..સીરીયલ કિલરને એટીએસની ટીમે શોધી કાઢી પુછપરછ કરતાં સનસનીખેજ કબુલાતો કરી હતી.
હત્યા નંબર – 01
તારીખ 14 ઓક્ટોબર 2018ના રોજ સવારે દંતાલી ગામના રહેવાસી જયરામભાઈ રબારી ગામની સીમમાં ભેંસો ચરાવવા ગયા હતા.જ્યાં કોઈ અજ્ઞાત વ્યક્તિ તેમના માથાના ભાગે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હત્યા કરી ફરાર થઈ ગઈ હતી.જયરામભાઈએ કાનમાં પહેરેલી રુપીયા 70 હજારની કિંમતની કાનની વાળીની લૂંટ ચલાવી હત્યારો ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ કરતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે હત્યા અને લુંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હત્યા નંબર – 02
દંતાલી ગામની સીમમાં જયરામ રબારીની હત્યાની ઘટનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન તારીખ 9 ડિસેમ્બર 2018ના રોજ વહેલી સવારે કોબા ગામના રહેવાસી કેશવલાલ પટેલની હત્યાની ઘટના બની.કેશવલાલ પ્રેક્ષા ભારતી પાસેથી પસાર થતા હતા.તે સમયે અજ્ઞાત શખસે તેમના માથાના પાછળના ભાગે ફાયરીંગ કરી હત્યા કર્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી.આ અંગે ઈન્ફ્રોસીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હત્યા નંબર – 03
અડાલજ પોલીસ જયરામ રબારીની અને કેશવલાલ પટેલી હત્યાની તપાસ ચલાવી રહી હતી ત્યાં શેરથા ટીંટોડા રોડ પરની ખેતરમાં વધુ એક હત્યાની ઘટના બની.તારીખ 26 જાન્યુઆરી 2019 ના રોજ શેરથા ટીંટોડા રોડ પરની વાડી પર જુઠાજી ફરતા હતા.આ દરમિયાન કોઈ અજ્ઞાત શખશ વાડીમાં ઘુસી ગયો હતો.જુઠાજી કઈંપણ સમજે કે વિચારે તે પહેલાં જ તેમના માથાના પાછળના ભાગે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી.જેમણે પહેરેલી સોનાની ચેઈન અને વીંટી સહિત રુપીયા 2 લાખ 75 હજારના ઘરેણંની લૂંટ ચલાવી હત્યારો ફરાર થઈ ગયો હતો.આ અંગે અડાલજ પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસનો દોર શરુ કર્યો .ગાંધીનગર જીલ્લામાં ત્રણત્રણ વ્યક્તિની સીરીયલ કિંલિંગની ઘટનાએ પોલીસને ચોંકાવી દીધી હતી.
ત્રણ હત્યા એક જ વેપન્સથી
ગાંધીનગર જીલ્લાના ત્રણ જુદા જુદા સ્થળ પર ત્રણ પુરુષની ક્રમબધ્ધ રીતે કરાયેલી હત્યામાં એક સરખી મોડસ ઓપરેન્ડી હતી.ત્રણેની હત્યામાં સામ્યતા એ હતી કે ત્રણેને માથાના ભાગે પાછળની બાજુથી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી.ત્રણે ની હત્યા કરવામાં એક જ વેપન્સનો ઉપયોગ કરાયો હોવાનું એફએસએલની તપાસમાં બહાર આવ્યું હતું.
એલસીબી ને તપાસ સોંપાઈ
ત્રણ લોકોની હત્યા કરનાર હત્યારાને શોધવા માટે ત્રણે ગુનાની તપાસ એલસીબીના પીઆઈ તરલ ભટ્ટને સોંપવામાં આવી હતી.પીઆઈ,પીએસઆઈ અને એલસીબી ટીમે જુદાજુદા અનુમાનોના આધાર પર તપાસનો દોર શરુ કર્યો હતો.
જીલ્લા પોલીસે બનાવી એસઆઈટી
ગાંધીનગર જીલ્લામાં ત્રણ ત્રણ લોકોની હત્યાની તપાસ કરવા માટે એક ડીવાયએસપી,પાંચ પીઆઈ અને 50 પોલીસ જવાનોની એસઆઈટીની રચના કરવામાં આવી હતી.પોલીસે શકમંદોની અટકાયત કરી બાતમીદારોની મદદથી હત્યારાને શોધવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
5 મીનીટનું અંતર- બે કલાકનો સમય…?
પીઆઈ તરલ ભટ્ટની ટીમે હત્યારાને શોધી કાઢવા માટે ટેકનીકલ સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.જુઠાજી ઠાકોરની હત્યા થઈ.તે સ્થળથી રીવર્સમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા.જેમાં મહત્વની કડી એ મળી કે હત્યાના સ્થળ થી 100 મીટર દુરના સ્થળે આવેલી ફેકટરીમાંથી સીટીટીવી કેમેરાના ફુટેજ મળ્યા, જે ફકટરીથી ટીંટોડા ગામ માત્ર પાંચ મીનીટનો રસ્તો છે.જેમાં એક એક્ટીવી ચાલકને બે કલાકથી પણ વધારે સમય લાગે છે.પોલીસે એક્ટીવા ચાલક પર ધ્યાન કેન્દ્રીત કર્યું.આ દરમિયાન કેવી રીતે શકમંદ પ્રસ્થાપિત થયો.પોલીને સીસીટીવી ફુટેજમાં દેખાતો એક્ટીવા ચાલક જ હત્યારો હોવાની શંકા ઉપજી,અને તેના અનુમાનના આધાર પર તપાસનો દોર આગળ ધપાવ્યો.
લોકોમાં છવાયો ભયાનક ખોફ
ગાંધીનગર જીલ્લામાં ત્રણ લોકોની હત્યા કરનાર સીરીયલ કિલરનો લોકોના માનશ પર ગજબનો ખોફ છવાયો હતો.લોકો સીમમાં જતા ડરતા હતા.તો કેટલાક લોકો સુમસામ રસ્તા પરથી પસાર થતા ડરતા હતા.સીરીયલ કિલરનો એટલો બધો ખોફ હતો કે ગામડાઓમાં રહેતા લોકો સાંજ પડે તે પહેલાં જ ઘરોમાં છુપાઈ જતા હતા.અંધારું થયા બાદ ઘરમાંથી બહાર નિકળતા ન હતા.
ટીસ્ટોલ પર મળ્યા શકમંદના ફુટેજ
પોલીસે જીલ્લાભરમાં તપાસનો દોર ચલાવ્યો હતો.આ દરમિયાન ત્રિદેવ મંદિર સામેના ટી સ્ટોલ પર સીસીટીવી ફુટેજની તપાસ કરતાં શકમંદના ફુટેજ મળ્યા હતા.જેમાં મળેલા ફુટેજનું હ્યુમન બીહેવીયર નું બારીકાઈથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું.ફુટેજમાં દેખાતો શખસ જ સીરીયલ કિલર હોવાનું પ્રસ્થાપિત થયું હતું.જેના આધારે પોલસે શકમંદ હત્યારાના સ્કેચ તૈયાર કર્યા હતા.જે સ્કેેચના પોસ્ટર બનાવી ઠેર ઠેર જાહેર સ્થળો પર લગાવ્યા હતા.
બે શકમંદો …એક પોલીસ સમક્ષ હાજર થયો,બીજો લાપત્તા
પોલીસે બે લોકો પર શંકા કરી હતી.દરમિયાનમાં એક શકમંદ હોવાની શંકા હતા ,તે બાઈક ચાલક ને જાણ થતાં પોલીસ સમક્ષ હાજર થયો .જેણે કહ્યું કે સાહેબ ,હું ફર્નિચર બનાવવાની મજુરી કરું છું.પોલીસે તેની પુરેપુરી તપાસ કરતાં તે ફર્નિચરનું કામ કરનાર હોવાનું સાબીત થતાં તેને પોલીસે જવા દીધા હતા.જોકે બીજો શકમંદ હાજર ન થતાં શંકા વધારે મજબુત બનતી ગઈ.
એટીએસ એ શોધી કાઢ્યો સીરીયલ કિલરને
ગુજરાત એટીએસ ને મળેલી બાતમીના આધારે એટીએસના ડીવાયએસપી પી બી રોઝીયા અને ટીમે સરખેજ વિસ્તારમાં અત્યંત ગુપ્તતાપુર્વક ઓપરેશન પાર પાડી સીરીયલ કિલર મદનને શોધી કાઢી ધરપકડ કરી હતી.જેણે પોલીસને થાપ આપવા પોતાનો લુક પણ બદલી નાખ્યો હતો.
સીરીયલ કિલરે કરી ચોંકાવનારી કબુલાતો
પોલીસે ઠેરઠેર સીરીયલ કિલરના પોસ્ટર્સ લગાવ્યા હતા.પોલીસ તેને શોધી કાઢશે.તેવો ડર હતો.એટલે સીરીયલ કિલરે તેનું વિસત સર્કલ પાસેનું મકાન ખાલી કરી સરખેજ-ધોળકા રોડ પર રહેવા આવી ગયો હતો.
જેલમાં બન્યો રીઢો ગુનેગાર
વર્ષ 1996માં મદનની પોલીસે સાયકલ ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી.જોકે જામીન પર મુક્ત થવા માટેના રુપીયા તેની પાસે ન હોવાથી દોઢ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો.તે પછી લૂંટના ગુનામાં પણ બે વર્ષ સુધી જેલમાં રહ્યો હતો.આ દરમિયાન રીઢા ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો.
ઘરફોડ ચોરીમાં મળી પિસ્તોલ
હત્યા કરવા માટે વાપરેલા હથિયાર અંગે મદને કબુલાત કરી હતી કે અમદાવાદના ડી કેબીન વિસ્તારમાં તેણે ઘરફોડ ચોરી કરી હતી.જે ઘરમાંથી ઈન્ડીયન ઓર્ડીનન્સ પિસ્ટોલ અને જીવતા કારતુસોનો જથ્થો મળ્યો હતો.
યુ ટ્યુબને બનાવ્યો ગુરુ
ચોરી કરતાં હાથ લાગેલી પિસ્તોલ ચલાવતાં શિખવું કોની પાસે ? મદને એક આઈડીયા વાપર્યો.યુ ટ્યુબને જ બનાવી ગુરુ.યુ ટ્યુબ પર પિસ્ટોલ ચલાવવાની ટ્રીક શીખી લીધી
કેનાલ ની ઝાડીમાં કરી પ્રેક્ટીસ
યુ ટ્યુબ પર પિસ્ટલ ચલાવવાની ટ્રીક શીખ્યા બાદ તે પિસ્ટોલ લઈને અડાલજ નજીકની કેનાલ પર ગયો.જ્યાં તેણે સુમસામ સ્થળ પસંદ કર્યું અને ફાયરીંગની પ્રેક્ટીસ કરી
ક્રાઈમ સીરીયલમાંથી મેળવી પ્રેરણા
મદન ટીવી પર ક્રાઈમ સીરીયલ નિહાળતો હતો. પોલીસ મોબાઈલ ફોન,સીસીટીવી ના આધારે ગુનેગારોને શોધી કાઢે છે.ઉપરાંત પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરવાથી વ્યક્તિનું ચોક્કસ મોત નિપજે જ.તેવી નાની નાની બાબતો શીખી લીધી આથી સૌ પ્રથમ તેણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું.ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવ્યા હોય તેવા સ્થળેથી પસાર થતો ન હતો.દરેકને માથાના ભાગે જ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરતો હતો.
નાસ્તા કે શાકભાજીની લારી ચલાવતો
મદન ખુબ ચબરાક અને ચાલાક હતો..જે દિવસે શાકભાજી કે નાસ્તાની લારી ચલાવતો હતો.આથી કોઈને પણ શંકા જતી ન હતી.આ દરમિયાન ગુનો આચરવા માટે રેકી પણ કરી લેતો હતો.
ક્રાઈમ સીરીયલ પર શિખ્યો પોલીસને થાપ આપવાની ટ્રીક
મદન દરરોજ નિયમીત રીતે ક્રાઈમ સીરીયલ નીહાળતો હતો.જેમાં આરોપી કેવી કેવી ભુલો કરે છે અને પોલીસને કેવી રીતે થાપ આપી શકાય.તેનું બારીકાઈથી નિરિક્ષણ કરતો હતો.એટલેજ મોબાઈલ ફોન વાપરતો ન હતો કે સીસીટીવી કેમેરા હોય તે સ્થીળથી દુર રહેતો હતો
ટીંટોડા પાસે સીસીટીવી માં દેખાયો
ક્રમબધ્ધ રીતે થયેલી હત્યાઓની ઘટનાઓ બાદ પોલીસે ટીંટોડા ગામ પાસેની ફેકટરીમાં તપાસ કરતાં એક શકમંદ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો.દશ મિનિટનું અંતર કાપવામાં તેણે એક કલાકથી વધારે સમય લીધો હતો.જેના આધારે પોલીસના શંકાના દાયરામાં આવી ગયો હતો.
પોલીસે તૈયાર કરાવ્યા સ્કેચ
અડાલજ પાસે પોલીસે ટી સ્ટોલ પરના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા.વહેલી સવારે એક શકમંદ શખસ સીસીટીવી કેમેરામાં દેખાયો હતો.હ્યુમન બીહેવીયરનું બારીકાઈથી નિરિક્ષણ કરતાં ટીંટોડા પાસે સીસીટીવી માં દેખાતો શખશ જ હોવાની શંકા વધારે મજબુત બની હતી.પોલીસે તે શખશના સ્કેચ બનાવી ઠેરઠેર પોસ્ટર લગાવ્યા હતાતેણે ટીસ્ટેલ પર ચાંદીનો સિક્કો પણ આપ્યો હતો.જે બાબતને લઈ શંકા વધારે મજબુત બની હતી..
પોતાનો જ સ્કેચ નિહાળી ચોંકી ઉઠ્યો
પોલીસ દ્વારા લગાવેલા પોસ્ટરને સીરીયલ કિલર જોઈ ગયો હતો.એટલે કોઈ ઓળખી ન જાય અને કોઈ પોલીસને બાતમી ન આપે તે માટે ફટાફટ ઘરે ગયો હતો.કલાકોમાં જ વિસત સર્કલ પાસેનું ઘર ખાલી કરીને સરખેજ રહેવા ગયો હતો.
લુક પણ બદલી નાખ્યો
મદન જાણતો હતો કે પોલીસ તેને શોધી રહી છે ,ઠેરઠેર તેના પોસ્ટર્સ લાગ્યા હોવાથી તેણે પોતાનો લુક ઓઉટ પણ બદલી નાખ્યો હતો.
સીઆઈડી ક્રાઈમે કરી ધરપકડ
એટીએસ દ્વાર ઘરકપડ કરાયેલા મદનની સીઆઈડી ક્રાઈમે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં તેણે જ્વેલર્સની હત્યા કર્યાની ચોંકાવનારી કબુલાત કરી હતી.પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો વિશાલ પટેલ કેટલાક દિવસથી લાપત્તા બન્યો હતો.સીરીયલ કિલરે કબુલાત કરી કે વિશાલે તેને ફોન કરી તેના માથા પર પાંચ લાખનું ઈનામ હોવાની જાણ કરી હતી.તેને શંકા ઉપજી કે વિશાલ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે તેને ખબર છે કે મદન જ હત્યાઓ કરી રહ્યો છે.પાંચ લાખ રુપીયા માટે વિશાલ તેને પોલીસમાં પકડાવી દેશે.એટલે જ વિશાલની હત્યા કરવાનો ખતરનાક પ્લાન બનાવ્યો
વિશાલની હત્યા કરી લાશ ફેંકી દીધી
વિશાલને મળવા બોલાવ્યો હતો.વિશાલ તેની બહેનની કાર લઈને મદનને મળવા પહોંચ્યો.વિશાલ કઈંપણ સમજે કે વિચારે તે પહેલાં જ મદને તેની પણ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી હત્યા કરી હતી.વિશાલની લાશને કારમાં મુકી નિકોલ રોડ પર લાવ્યો હતો.લાશને સ્ટ્રોમ વોટર લાઈનમાં નાખી દીધી.વિશાલની બહેનની ઈકો કાર દહેગામ રોડ પરની કેનાલ પાસે લાવ્યો હતો.જ્યાં કારને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.તેને ઓળખનાર એકમાત્ર વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરી દીધી
હત્યાના પુરાવા શોધવા કવાયત
સીઆઈડી ક્રાઈમે 30 કલાક સુધી સતત એક કિલોમીટર લાંબી લાઈનમાંથી પાણી ખેંચવાની કામગીરી કરી હતી.પાણી ખેંચાઈ ગયા.મદને ચોંકાવનારી કબુલાત કરતાં એસીપી એન એલ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો દોર આગળ ધપાવ્યો.વિશાલની લાશને સધવા માટે સ્રોમવોટર લાઈનની અંદર ફાયર બ્રીગેડની ટીમને ઉતારવામાં આવી હતી.
હાડપીંજર ્મળ્યા
સતત બે દિવસની શોધખોળના અંતે સ્ટ્રોમ વોટર લાઈનમાંથી કેટલાક હાડપિંજર અને માનવ અવશેષો મળ્યા હતા.જેને પરિક્ષણ માટે એફએસએલ માં મોકલી આપ્યા છે.જેના પર ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.જે અવશેષો લાપત્તા વિશાલના હોવાની શક્યતા અને શંકા હતી.
હત્યા કર્યા બાદ કપડાં સળગાવી દેતો હતો
પુરાવા નાશ કરવામાં માહેર ચબરાક મદન હત્યા કર્યા બાદ પુરવાનો નાશ કરવા માટે પોતાના કપડાં સળગાવી દેતો હતો.ચાર લોકોની હત્યા કર્યા બાદ સીરીયલ કિલર હત્યાના પુરાવા નાશ કરે દેવામાં માહેર હતો.તેણે ચાર લોકોની હત્યા કર્યા બાદ કપડાં સળગાવી દીધા હોવાની કબુલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જેથી તેની વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે
ઈલેક્ટ્રીક મીટરના બોક્સમાં સંતાડી હતી પિસ્તોલ
ચાલાક અને ચબરાક સીરીયલ કિલરે તેના ઘરની બહાર આવેલા ઈલેક્ટ્રીક મીટરના બોક્સમાં પિસ્તોલ અને કારતુસો સંતાડી દીધા હતા.જે પોલીસે શોધી કાઢી જપ્ત કર્યા હતા.
વાહન પણ ચોરી કરીને વાપરતો
સીરીયલ કિલર હત્યા કે લૂંટ કરવાનું કાવતરું પાર પાડવા માટે બાઈક અને એક્ટીવા નો ઉપયોગ કરતો હતો.ચોંકાવનારી બાબત એ છે કે તે પકડાઈ ન જવાય તે માટે એક્ટીવા કે બાઈકની ચોરી કરતો હતો.ચોરી કરાયેલા વાહનનો જ ગુનાને અંજામ આપવા વાપરતો હતો.બે હત્યા કરવા માટે બાઈક અને એક હત્યા કરવા માટે એક્ટીવાનો ઉપયોગ કર્યો હતો.
સરકારની ભુલ-બન્યો મોહનીશ
મદને ચુંટણી કાર્ડ કઢવવા માટે અરજી કરી હતી.તેને ચુંટણી કાર્ડ મળ્યું.જેમાં સરકારના કર્મચારીએ મદન ના બદલે મોહનીશ નામ લખ્યું હતું.જેના આધારે તેણે આધાર કાર્ડ સહિતના પુરાવા ઉભા કરી લીધા હતા.સરકારી ભુલના કારણે જ અસલી નામ છુપાવવામાં સરળતા મળી ગઈ.
એકપણ થપ્પડ વગર કબુલાતો
ચાર ચાર લોકોની ઠંડા કલેજે હત્યા કરનાર મદન ઉર્ફે વિશાલ ઉર્ફે મહેશ ઉર્ફે મોહનીશ ડરપોક હતો.ચાર ચાર લોકોની હત્યાની ગુનાની કબુલાત કરાવવામાં અને અન્ય કબુલાતો કરાવવામાં પોલીસને એક પણ થપ્પડ મારવાની જરુર પડી નહતી.પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતાં સનસનીખેજ કબુલાતો આપમેળે જ કરતો હતો.સીરીયલ કિલર ક્રુર ઘાતકી હત્યાઓ ઠંડા કલેજે કરો હતો,પણ તે બહું ડરપોક અને બીકણ હતો.
રીપોર્ટ… ડેવિડ પટેલ.




