ગઢ સંકુલમાં પધારતા ઉ.ગુ‌.વીજ કંપનીના અધિક મુખ્ય ઈજનેર શ્રી ગઢવી સાહેબે આ કેમ્પસની રુબરુ શુભેચ્છા મુલાકાત

ગઢ વિસ્તારમાં શિક્ષણની સુવાસ પાથરતી વિમળા વિદ્યાલયના પ્રણેતા અને ગઢના નગરશેઠ શ્રીમાન કુમારભાઈ સેવંતીલાલ ઝવેરી (ન્યુયોર્ક – અમેરિકા) ગઢ સંકુલમાં પધારતા ઉ.ગુ‌.વીજ કંપનીના અધિક મુખ્ય ઈજનેર શ્રી અેલ.અે.ગઢવી સાહેબે આ કેમ્પસની રુબરુ શુભેચ્છા મુલાકાત લઈ ગઢ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન આધુનિક સુવિધાસભર શિક્ષણ સંકુલમાં થતી શિક્ષણલક્ષી કામગીરી ઝીણવટપૂર્વક જાણી આનંદ વ્યક્ત કર્યાે હતાે અને ભવિષ્યમાં આવા સુંદર કાર્યમાં સહકાર આપવાની પણ તત્પરતા દર્શાવી હતી…આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી અમૃતભાઈ દેસાઈ ( ગઢ ),કાેલેજના ટ્રસ્ટી શ્રી નરેનભાઇ શાહ , શ્રી કેતનભાઈ શાહ , કેન્દ્ર નિયામકશ્રી ડાે.સલીમભાઈ શેખ, ગઢ ઉ.ગુ.પેટા વિભાગીય કચેરીના ડે.ઈજનેર શ્રી દિપકભાઈ મેવાડા સહિત સંકુલના અધ્યાપકાે તેમજ અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *