વિસનગર.
દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસના કારણે હરહંમેશ વિસનગર શહેર અને તાલુકાના નાગરિકો માટે ચિંતિત રહેતા વિસનગર કોપરસીટી વેપારી મહામંડળ દ્વારા વિસનગર પી.આઈ. શ્રી ભાવનાબેન અને પોલીસ અધિકારીઓ સાથે એક મિટીંગનું આયોજન થયું. જેમાં કોરોના ગાઈડલાઈન અંગે સર્વે વેપારી મિત્રોને કોપરસીટી મરચન્ટ એસોસીએશન તરફથી નમ્ર વિનંતી કરવામાં આવી હતી કે દુકાનમાં તમે અને ગ્રાહકો માસ્ક ફરજિયાત પહેરો, સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરો, સોસીયલ ડીસ્ટન્ટ જાળવીને વેપાર કરો. કોરોનાને સામાન્ય લેવાનો નથી તે ભયંકર ન બને માટે વેપારીઓને કાળજી રાખવા વિસનગરના બજાર ચાલુ રહે અને વેપાર-ધંધામાં તેની અસર ન વર્તાય તે હેતુથી અને પોલીસને પોતાની ટીમનો સહકાર આપવા માટેની પરસ્પર ચર્ચાઓ કરવામાં આવી અને કોરોનાના કેસ વધવાના કારણે આ કાર્યક્રમના ભાગરૃપે નાગરિકોને, ફેરિયાઓને રોડ ઉપર ચાલતા લોકોને, માસ્ક આપવા માટે પોલીસને વિનંતી કરી અને દાતા તરીકે કોપરસિટી મર્ચન્ટ એસોસીએશન તરફથી 1000 નંગ, રાજુભાઈ પટેલ (આર.કે. જ્વેલ્સ) તરફથી 1000 નંગ, કરસનભાઈ એ. પટેલ (ગંજ બજાર પ્રમુખશ્રી) તરફથી 1000 નંગ અને ભાવેશભાઈ પટેલ (શ્રીજી બુલીયન) તરફથી 2000 નંગ એમ કુલ 5000 નંગ માસ્ક દાતાઓના સહયોગ થી પાંચ હજાર નંગ માસ્ક પોલીસને અર્પણ કરવામાં આવ્યા. જેને વિસનગર પી.આઈ. શ્રી ભાવનાબેન દ્વારા સ્વીકારવામાં આવ્યા. આ મીટીંગમાં કિર્તિભાઈ જે. પટેલ, ભાવેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ (આર.કે.), નટુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ તથા બધા એસોસીએશનના તમામ પ્રમુખશ્રી હાજર રહ્યા હતા.


