અરવલ્લીના માલપુર ગ્રામ પંચાયતની પતિ-પત્ની ના હાથમાં કમાન

અરવલ્લી જીલ્લામાં ગ્રામ પંચાયતનીમાં સરપંચ પદ અને સભ્યોની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં કમુર્તા પૂર્ણ થતાં સરપંચ શ્રી એ પદભાર સંભાળ્યો ત્યારબાદ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ્યે જ જોવા મળે તેવો ઘટનાક્રમ અરવલ્લીના માલપુર ગ્રામપંચાયતમાં જોવા મળ્યો હતો. જેમાં પત્ની સરપંચ પદે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા પછી પતિ પણ ઉપસરપંચ પદે બિનહરીફ થતા પંચાયતનો વહીવટ દંપતી કરશે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યો સામસામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા હતા. માલપુર ગ્રામ પંચાયતમાં પત્ની સરપંચ અને પતિ ઉપસરપંચ બનતાં ઇતિહાસ સર્જાયો છે. માલપુર ગામ પંચાયતમાં ભારતીબેન મહેશભાઇ ઉપાધ્યાય સરપંચ તરીકે જંગી બહુમતીથી વિજેતા થયા હતા ત્યાર પછી ઉપસરપંચ માટે ગ્રામ પંચાયતમાં યોજાયેલ ચૂંટણીમાં તેમના પતિ મહેશભાઈ ઉપાધ્યાય બિનહરીફ ચૂંટાયા હતા. માલપુર ગ્રામ પંચાયતમાં અગાઉ પણ મહેશભાઈ ઉપાધ્યાયની કામગીરીને કારણે લોકોમાંના દિલમાં આગવું સ્થાન ધરાવે છે. જેને પરિણામે ચૂંટણીમાં પણ આ પરિવારનો દબદબો હતો. માલપુર ગ્રામ પંચાયતનો વહીવટ પતિ પત્નીના હાથમાં આવ્યો છે. એક જ પંચાયતમાં પતિ અને પત્ની સરપંચ તેમજ ઉપ સરપંચ તરીકે હોય તેવું જવલ્લે જ જોવા મળતુ હોય છે. અગાઉ પણ પંચાયતમાં ભારતીબેન ઉપાધ્યાય સરપંચ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.તેઓ ફરીથી સરપંચ તરીકે ચૂંટાયા છે, જ્યારે મહેશભાઈ પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે તેઓ ઉપસરપંચ બનતાં ઘરમાં જ પંચાયતનો વહીવટ આવ્યો છે. જિલ્લામાં પતિ-પત્ની સરપંચ અને ઉપ સરપંચ હોય તેવો પ્રથમ બનાવ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM