હિંદુ સંસ્કૃતિની ધરોહર એટલે યજ્ઞ – ભુજ મંદિર દ્વારા કપરા કાળમાં લોક સુખાકારી મહાયજ્ઞ

ભારત દેશ એક સંતો મહંતો અને ઋષિમુનિઓનો દેશ છે ભારતીય વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોમાં યજ્ઞને અતિ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ખુદ ભગવાન શ્રીસ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીનાં શ્લોક ૧૫૫ માં પોતાના આશ્રિતોને નિરંતર યજ્ઞ કરવાની આજ્ઞા કરતાં જણાવ્યું છે કે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગીઓએ હિંસા રહિત એવા જે વિષ્ણુ સબંધી યજ્ઞ કરવા તે અંગે ઉલ્લેખ કરવામાં આવેલ છે.
ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ નૂતન મંદિર મધ્યે પુરૂષોત્તમ (અધિકમાસ) નિમિત્તે વિશ્વનાં કલ્યાણ, સુખાકારી, વિકાસ, શાંતિ, સ્વાથ્ય માટે હાલ જ્યારે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે અને આવા રોગોથી આ યુગના મનુષ્યને રક્ષણ રૂપી ભક્તિ મળે અને લોકો સુખાકારી રહે તે માટે ભુજ મંદિરનાં મહંત સદ્. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ સદ્ પુ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી , કોઠારી પાર્ષદ જાદવજી ભગત વિગેરે વડીલ સંતોના સ્નેહથી સંપૂર્ણપણે વૈદિક રીતે અને વૈદિક વિધિ વિધાનથી એક માસ સુધી અધિક આસો સુદ -૧ , તા. ૧૮/૦૯/૨૦૨૦ થી અધિક આસો વદ -૩૦, તા. ૧૬/૧૦/૨૦૨૦ સુધી શ્રી સર્વમંગલયાગનું આયોજન કરવામાં આવેલ છે. જે યજ્ઞની શુભ શરૂઆત થઈ ચુકી છે. જેમાં પ્રખર પંડિત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રી સર્વમંગલયાગ યજ્ઞ કરાવવામાં આવે છે. આ યજ્ઞમાં દરરોજ શ્રી ઠાકોરજીની શોભાયાત્રા, સ્થાપન, પૂજન, અર્ચન સહિત ૨,૦૦,૦૦૦ (બે લાખ) આહુતીઓ આપવામાં આવે છે. આ યજ્ઞમાં દેશી ગાયનું ૧૦૦૦ કિલો શુદ્ધ ઘી, ૩૦૦૦ કિલો તલ અને ૧૫૦૦ કિલો જવ તેમજ ઋષી પરંપરા અનુસારની અનેક પ્રકારની ઔષધિક વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાં ઉપયોગથી આસપાસનું સમગ્ર વાતાવરણ અતિશય શુદ્ધ અને આહલાદક અને અતિ પવિત્ર બની રહે છે. વૈજ્ઞાનિકોએ પણ તારણ આપેલ છે કે આ વૈદિક યજ્ઞોમાં વપરાતી ઔષધીઓ વાતાવરણમાં રહેલ હાનિકારક તત્ત્વોનો નાશ થાય છે અને સાથે સાથે મનુષ્ય શરીરને પણ ખુબ લાભદાયક તેમજ આયુષ્યવર્ધક થાય છે. (ઈકોફ્રેન્ડલી યજ્ઞશાળા) આ સમયમાં જેનાં દર્શન પણ દૂર્લભ છે એવી અદ્દભૂત અને દિવ્ય સુસંયોગ (સુસંયુકત) યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારનાં કેમીકલ, લોખંડ કે પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવેલ નથી. સંપૂર્ણપણે વૈદિક પરંપરા અનુસાર જ યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વપરાતા વાસણો પણ માટી, તાંબા, પીતળ તથા કાષ્ઠ માંથી જ બનાવેલા હોય તેવા જ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. કચ્છ, ગુજરાત, ભારત ઉપરાંત વિશ્વનાં અન્ય દેશોમાં રહેલ સત્સંગી ભક્તો આ યજ્ઞનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યાં છે. આ સંપૂર્ણ વૈદિક યજ્ઞ ભુજ મંદિરનાં મુખ્ય કોઠારી સદ્ સ્વામી ભગવદજીવનદાસજી , સદ્. પુ. સ્વામી કેશવજીવનદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી દેવસ્વરૂપદાસજી તેમજ વિદ્વાન ભુદેવોમાં શાસ્ત્રી મિતુલ મારાજ (વડતાલ), શાસ્ત્રી ક્રિપાલ મારાજ (ભુજ) નાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે. આ યજ્ઞમા સંપૂર્ણ સેવા સ્વામી કપિલમુનિદાસજી, સ્વામી ભક્તિપ્રકાશદાસજી તેમજ સ્વામી રામપ્રિયદાસજી, સ્વામી સત્સંગસેવકદાસજી વિગેરે સંતો સંભાળી રહ્યાં છે. યજ્ઞ ઉપરાંત પુરૂષોતમ માસ (અધિકમાસ) નિમિત્તે શ્રી નરનારાયણદેવ આદિ દેવોનું દરરોજ સવારે અને સાંજે ભગવાન વિષ્ણુનાં એક હજાર નામોનાં ઉચ્ચારણ સાથે ૨૧૦૦૦ તુલસીપત્ર વડે પૂજન કરવામાં આવે છે અને શ્રીઠાકોરજીની સન્મુખ ધુન કરવામાં આવે છે. આ અધિકમાસ દરમ્યાન શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારનાં ડ્રાયફુટનાં શણગાર કરવામાં આવે છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવત્ પ્રસન્નતાની સાથે હાલ ચાલી રહેલ કપરા સમયથી સમગ્ર વિશ્વને ઉગારવાનો છે. આ પૂજનનું સંપૂર્ણ અને સરસ આયોજન જેમનાં માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એવા મંડળધારી સદગુરુ સંતો. સ્વામી બાલકૃષ્ણદાસજી, સ્વામી મુકુન્દજીવનદાસજી, સ્વામી હરિબળદાસજી, શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજી, શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજી આદિ સંતોનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. વિશેષમા દરરોજ સાંજે ૮:૩૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી ઓનલાઈન શ્રીમદ્ સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં વકતાપદે શાસ્ત્રી સ્વામી નારાયણમુનિદાસજી, કોઠારી સ્વામી શુકદેવસ્વરૂપદાસજી, સ્વામી દેવવિહારીદાસજી તથા સ્વામી વેદાંતસ્વરૂપદાસજી પોતાની સુમધુર વાણીમાં ભકતોને કથામૃત પાન કરાવી રહ્યાં છે, જેનો લાભ દેશ – વિદેશમાં રહેલ ભક્તો યુ – ટ્યુબ , ફેસબુક તેમજ માતૃછાયા કેબલનાં લાઈવ માધ્યમથી લઈ રહ્યાં છે. આ અધિક માસ દરમ્યાન ભુજ મંદિર તરફથી દાતાશ્રીઓ અને પશુ ચિકિત્સક ડૉક્ટર ના સહયોગ થી ફરતું ગૌ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં એક કોલમાં ડોકટર જણાવેલ સ્થળ પર પહોંચી અને ત્યાં વિના મૂલ્યે ગાયો તેમજ પશુઓની દવા તેમજ સારવાર સહિત ની વ્યવસ્થા સ્થળ પર કરી આપવાની સાથો સાથે અનેક જગ્યા આવા મોટા કેમ્પ કરી ગાયો અને પક્ષુઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે મોટી સંખ્યામાં ગાય સાથે બીજા અનેક પશુઓની સારવારની સેવાઓ અને આજુ બાજુ ના લોકો તેમજ માલધારીઓ એ આ રીતની મંદિરની સેવાને બિરદાવીને સ્નેહની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

કમલમ દૈનિક, અજય ખત્રી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM