ભુજ ઘણાં સમય થી દેશ અને દુનિયામાં અનેક વિશ્વ રેકોર્ડ બની ચૂક્યા છે તેમાં સૌથી નાના મા નાની ઉંમર મા રહીને કોઈ બાળકે રેકોર્ડ બનાવ્યો હતો તેની ઉંમર સાડા છ વર્ષ ની વયે બનાવેલ હતો.. આ રેકોર્ડ હવે ને એનાથી પણ નાની ઉંમર એટલે કે માત્ર ચાર વર્ષ ના એક ગુજરાતી ટાબરિયા બાળકે એ તોડયા ની સાથો સાથ વિશ્વ નો સૌથી નાનકડો રેકોર્ડ હોલ્ડર બન્યો નું યશસ્વી કાર્ય કરેલ છે. ગુજરાત ને ગૌરવ અપાવનાર નાનકડા છોકરા નું નામ મોર્ય મિલનભાઈ સોની છે તે ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લામાં આવેલ ભુજ શહેર મા રહે છે. વાત મા ને વાત મા આ ટચૂકડા ટાબરિયા એ ગુજરાત ની ગૌરવ ગાથા મા એક નવું કીર્તિમાન સ્થાપિત કરી ને ગુજરાત અને કચ્છ નું નામ આખાયે દેશ અને દુનિયા માં ઉજાગર કરેલ છે. આ રેકોર્ડ ની વાત કરીએ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકેયા નાયડુજીએ ખાસ બાળકો ને જાહેર સંદેશ સંબોધતાં જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયનો સદ્ધપયોગ બાળકોએ પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવી ને કંઇક એવું કરવું જોઈએ જેના કારણે બાળપણ થી જ પોતાના મા કોઈક નવીન ઊર્જા નું સિંચન થાય અને દેશ માટે કંઇક ને કંઇક કરી છુટવાની ભાવના બાળકો મા નાનપણ થી કેળવાય. આજના આ યુગ ના બાળકો ટેકનોલોજી મા માસ્ટર હોય છે આદરણીય ઉપરાષ્ટ્રપતિશ્રી ની એ વાત સોશીયલ મીડીયા દ્વારા આ પરિવાર ના મન મા ઘર કરી ગયેલ અને કહેવાય છે કે , મોરના ઇંડા ચિતરવા ન પડે યુક્તિ ફરી એકવાર સત્ય ઠરી છે . કારણકે વિક્રમનાં વિશ્વમાં વિસ્મયમાં મૂકી દે તેવા વિક્રમ સર્જનાર આ નાનકડા ટાબરિયા નું નામ અને પ્રતિભા ઇતિહાસ મા સુવર્ણ અક્ષરે લખાય તેવો વર્લ્ડ રેકોર્ડ આ ચાર વર્ષના ટાબરીયા મોર્ય એ અંકિત કરી બતાવ્યું છે આ વર્લ્ડ રેકોર્ડ અંગે માહિતી આપતાં આ નાનકડા સ્કૂલ બોય ના પિતાજી મિલન સોની એ જણાવ્યું હતું કે દુનિયામાં ભાગ્યે જ એવો કોઇ દેશ નહીં હોય કે જ્યાં કોઇ ગુજરાતી નહી હોય , એવા ગૌરવવંતા ગુજરાત ના સવાયો ને એવું સવાયુ કામ કચ્છ – ભુજના મૌર્ય એમ . સોની માત્ર ચાર વર્ષની ઉંમરે ‘ ટેલેસ્ટ પેપર ગ્લાસ પિરામિડ ‘ નો રવ સ્ટેપ સાથે ૭.૫ ફુટનો ‘ ટોલેસ્ટ પિરામીડ ગણતરીની મિનિટોમાં બનાવી વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બુકમાં સ્થાન સાથે નવો કિર્તિમાન રચ્યો હતો . આ કિર્તિમાન રચાવાની સાથે જ સમગ્ર ભારતનો સૌથી નાની વયે રેકોર્ડસ હોલ્ડરનો ખિતાબ મેળવીને પોતાનાં માતા – પિતા અને સમાજનું નામ રોશન કર્યું છે . અત્રે નોંધનીય એ છે કે તેમની માતા શ્રીમતિ દેવ્યાની સોનીએ પણ વર્ષ ૨૦૧૬ માં કચ્છની પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ બનાવી ભારતનાં નામે કરેલ , ભારતીય સંસ્કૃતિ ( ગર્ભ સંસ્કાર ) તેમના આ નાનકડા માસ્ટર બોય મૌર્ય જોવા મળે છે. આ રેકોર્ડસમાં પોતાનામાં રહેલી “ ધેર્યયશક્તિ’ની ખુબજ કસોટી થાય છે . આ માસ્ટર બોય મૌર્ય છેલ્લા ઘણા જ સમયથી આ રેકોર્ડસ બનાવવા માટે સખત મહેનત કરી હતી આ પિરામિડ ને તેણે નોનસ્ટોપ બનાવ્યો હતો . રેકોર્ડ ના અંતિમ પડાવ ના રેકોર્ડસ સમયે વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ શ્રી પવન સોલંકી એ ઓન લાઈન વિડિયો કોલ મારફતે લાઈવ ઉપસ્થિત રહ્યાં હતાં . ત્યાર બાદ આ રેકોર્ડને ચકાસીને રેકોર્ડસનું પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ આપીને નાનકડા ગુજ્જુ બોય મોર્ય ને સન્માનિત કરેલ , વધુ મા જ જણાવી ને ઉમેર્યું હતું કે , આ માસ્ટર ગુજ્જુ બોય મૌર્ય હવે ગિનિસ બુક ઓફ વર્ડ રેકોર્ડસની તૈયારી કરી રહ્યો છે.આટલી નાની ઉંમરે ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર નાનકડા ગુજ્જુ બોય મોર્ય ની આ સિદ્ધિ ને ગુજરાત રાજ્ય ના રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર , સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય , નગર અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકી તથા એન. આર. આઈ ફેસ્ટિવલ કાઉન્સિલ ઓફ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી હર્ષદ ઠકકર, બંદરીય શહેર માંડવી ના અગ્રણી અજય ખત્રી વિગેરે મહાનુભવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટ : હસુ ઠક્કર – ભૂજ

