અબડાસા મત વિસ્તારમાં ” પેજ કમીટી કાર્ડ વિતરણ ” કાર્યક્રમો યોજાયા

બડાસા મત વિસ્તારમાં ” પેજ કમીટી કાર્ડ વિતરણ ” કાર્યક્રમો યોજાયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ વીડીયો કોન્ફરન્સથી જોડાયા બુથ મેનેજમેન્ટ એ ભારતીય જનતા પક્ષનું અમોધ શસ્ત્ર રહયું છે ત્યારે અબડાસા મત વિસ્તારની આગામી પેટા ચૂંટણી અનુસંધાને આજરોજ ત્રણ તાલુકાના અંદાજે ૨૭૦ જેટલા બુથો પર પેજ કમીટીના સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા . સંગઠનાત્મક શકિતના સહારે સૂક્ષ્મ સ્તરનું બુથ સંકલન એ ભારતીય જનતા પક્ષની અનેરી પ્રણાલી રહી છે . એ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પક્ષની વિવિધ પાંખોએ મહિનાઓની મહેનત બાદ પરસ્પર સંકલન થકી પ્રત્યેક પેજની અલાયદી પેજ કમીટીની રચના પ્રક્રિયા પૂર્ણ કરી છે . આ પ્રત્યેક પેજ કમીટીના સભ્યોને આજરોજ જે તે બુથ પર તેમના સ્માર્ટ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે ઉપરોકત તમામ બુથો પર કાર્યકરોનો ઉત્સાહ અને હોંસલો બુલંદ કરવા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રત્યેક કાર્યકર્તા સાથે જોડાયા હતા અને ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે સૌ ઉપસ્થિતોને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પુરૂ પાડયું હતું . પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ પણ તેમના દિર્ઘ અનુભવના નીચોડના ભાગરૂપે ચૂંટણીલક્ષી યૂહરચના પર પ્રકાશ પાડયો હતો તેમજ ઝોન મહામંત્રી કે.સી. પટેલે પણ સમગ્ર વર્ચ્યુઅલ બેઠકના સંકલન ઉપરાંત કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું . આ પ્રસંગે ખાસ કચ્છ પધારેલા પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે નખત્રાણા ખાતે નગરના વિવિધ બુથોના પેજ કમીટીના સભ્યોને કાર્ડ વિતરીત કર્યા હતા અને જણાવ્યું હતું કે , ચૂંટણી સિવાયના સમયમાં પ્રજાથી અલીપ્ત રહેનારા વિપક્ષને ચુંટણી સમયે ભૂતલના કાર્યકરો શોધવા વલખા મારવા પડે છે જયારે ભારતીય જનતા પક્ષ પાસે અહર્નિશ પ્રજાની વચ્ચે રહેતા પાયા સ્તરના કાર્યકરોનું વિશાળ સંગઠનાત્મક માળખું સંપૂર્ણપણે તૈયાર હોઈ સંગઠન શકિતના બળે ભાજપ આ પેટા ચુંટણીમાં ની : સંદેહપણે જવલંત વિજય પ્રાપ્ત કરશે . પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે , અબડાસાની પ્રજાને ભારતીય જનતા પક્ષની વિકાસની રાજનીતીમાં પૂર્ણ શ્રધ્ધા હોઈ જનમાનસમાં ભાજપ પ્રત્યે ઉત્સાહનો માહોલ ઉડીને આંખે વળગે છે . દુષ્કાળ વખતની રાહતની કામગીરી હોય કે અતિ વૃષ્ટિમાં સહાયની બાબત હોય ભાજપ હંમેશા પ્રજાની પડખે રહયું છે ત્યારે આ ચૂંટણીમાં અબડાસાની જાગૃત જનતા ભાજપની તરફેણમાં પોતાનું મન મનાવી ચુકી છે . આજરોજ કુલ ૨૭૦ બુથો પૈકી વિવિધ ૧૭ બુથોને અલગ તારવી પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતીમાં કાર્ડ વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી . જે પૈકી નખત્રાણા તાલુકાના નેત્રામાં ત્રિકમભાઈ છાંગા , દેશલપર ( ગું . ) માં દેવજીભાઈ વરચંદ , નખત્રાણા -૨ માં વિકાસભાઈ રાજગોર , મોટા ધાવડામાં ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય અને જયસુખભાઈ પટેલ , મોટા અંગીયામાં વલ્લમજીભાઈ હુંબલ , મંજલમાં ભીમજીભાઈ જોધાણી , જીયાપરમાં કૌશલ્યાબેન માધાપરીયાની વિશેષ ઉપસ્થિતીમાં કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો . આ ઉપરાંત અબડાસા તાલુકાના બાઈવારી વાંઢ ખાતે મહેન્દ્રભાઈ ગઢવી , નલીયા -૧ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રવિણસિંહ વાઢેર , પરજાઉ ખાતે પ્રફુલસિંહ જાડેજા , ભેદી ખાતે પંકજભાઈ મહેતા , ડુમરા ખાતે શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ કનકપર ખાતે રમેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતીમાં કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જયારે લખપત તાલુકાના દયાપરમાં અનિરૂધ્ધભાઈ દવે , પાન્દ્રોમાં ભરતભાઈ શાહ , દોલતપરમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને જયંતભાઈ માધાપરીયા તેમજ માતાના મઢમાં અરજણભાઈ રબારીની હાજરીમાં કાર્યક્રમો યોજાયા હતા . ઉપરોકત તમામ ૨૭૦ બુથો પર યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોર તેમજ કચ્છ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલના ઈન્ચાર્જ જીતેનભાઈ ઠકકરના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા અને આઈ.ટી.એસ.એમ. ના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી . અબડાસા મત વિસ્તાર અંતર્ગતના પક્ષના વિવિધ મંડલોના પ્રમુખ / મહામંત્રીશ્રીઓ , વિવિધ ચુંટાયેલા જન પ્રતિનિધીઓ , વિવિધ સ્થાનિક સેલ / મોરચાના હોદેદારો , અબડાસા પેટા ચુંટણી અંતર્ગત વિશેષ જવાબદારીનું વહન કરતા વિવિધ આગેવાનો તેમજ ઠેર ઠેર બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM