દીકરાના જન્મદિનની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી માનવતાની સુવાસ ફેલાવતા કમલેશભાઇ ચૌહાણ

દિવ્યાંગ બાળકોના ચહેરા પર એમના દુઃખો ભુલાવીને એક મુસ્કાન લાવવી એ પુણ્ય કર્યા બરાબર છે : કમલેશ ચૌહાણ

જન્મદિવસની ઉજવણીમાં લોકો કરોડોનો ખર્ચો કરીને પોતાનો મોભો બતાવતા હોય છે પરંતુ કેટલાક સજ્જનો હોય છે જે જન્મદિનની ઉજવણી કંઈક અનોખી રીતે કરીને સમાજમાં એક દ્રષ્ટાંત બની જતા હોય છે. સેવાભાવી શ્રી કમલેશભાઈ ચૌહાણના ચિરંજીવી નીલકંઠના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. નિલકંઠના જન્મદિવસ નિમિત્તે તેમના ફાર્મહાઉસ પર ગાંધીનગર શહેરના ૧૦૦ જેટલા દિવ્યાંગ બાળકો સાથે સહપરિવાર જન્મદિનની ઉજવણી કરી અને સાથે કેક કાપી. ત્યારબાદ દિવ્યાંગ બાળકોને ચૌહાણ સમાજે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે અને સેવા પરમો ધર્મ ની ઉક્તિ સાર્થક કરી બતાવી છે. સામાજીક કાર્યકર્તા તરીકે શ્રી કમલેશભાઈ અનેકવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે જેવી કે, ગરીબ બાળકોને અભ્યાસમાં આર્થિક મદદ, હોસ્પિટલ સેવામાં મદદ, કોરોના દરમ્યાન કોવિડ કેર સેન્ટર, સહિતની પ્રવૃતિ કરી રહ્યા છે. પોતાના પુત્રના જન્મ દિવસની માનવતાના એક અનોખા દ્રષ્ટાંત રૂપી ઉજવણી કરીને સમાજમાં એક આદર્શ દાખલો બેસાડ્યો છે. વધુ માં કમલેશભાઇ એ જણા હતું કે, દિવ્યાંગ બાળકોના ચહેરા પર એમના દુઃખો ભુલાવીને એક મુસ્કાન લાવવી એ પુણ્ય કર્યા બરાબર છે. આ ઉજવણીમાં સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કેબીનેટ મંત્રી શ્રી અર્જુનસિહ ચૌહાણ, ધારાસભયો સર્વ શ્રી કનુભાઈ પટેલ-સાણંદ, શ્રી મયૂરભાઈ રાવલ – ખંભાત, શ્રી જગદીશભાઇ પટેલ – અમરાઇવાડી, સહિતના આગેવાનો નીલકંઠ ને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણ પરિવારનું આ અનોખું અને હૃદયસ્પર્શી કાર્ય બિરદાવવા પાત્ર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM