


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
રાજ્યભરમા ચાલી રહેલા ‘સેવા સેતુ ‘ના આઠમા તબક્કાના પ્રથમ કાર્યક્રમમા, વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે મળેલી ૬૩૧ અરજીઓના નિકાલ સાથે તાલુકા તંત્રએ, સો ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા (પાંડવા), સુબિર (ખાંભલા), તથા વઘઇ (કાલીબેલ) ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનુ, જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયુ હતુ. જે પૈકી, કાલીબેલ ખાતે આયોજિત વઘઇ તાલુકાના ‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન કાલીબેલ ક્લસ્ટરમા સમાવિષ્ટ ગામોના ગ્રામજનો પૈકી, કુલ ૬૩૧ અરજદારોએ તેમની અરજીઓ રજુ કરી હતી. આ તમામ અરજીઓનો ઘરઆંગણે જ હકારાત્મક ઉકેલ લાવી, તાલુકા વહિવટી તંત્રએ સો ટકા કામગીરી કરીને, પ્રજાજનોનો સંતોષ અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. કાલીબેલના ‘સેવા સેતુ’ કાર્યક્રમમા તાલુકા પંચાયતના સદસ્યા શ્રીમતી કિશોરીબેન ચૌધરી, કોશિમદાના સદસ્ય શ્રી પાઉલભાઈ ગામીત, માજી સરપંચ શ્રી મહેશભાઈ પવાર, પાંઢરમાળના સરપંચ શ્રીમતી ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી ચૌધરી તથા તેમની ટીમે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

