ધોનીનાં સ્થાને રાહુલને નહીં પણ પંતને વિકેટકીપરને ભારતીય ટીમમાં લેવો જાેઈએઃ લારા

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્ય્šં કે, બેટ્‌સમેન કેએલ રાહુલને ભારતીય ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવી જાેઈએ નહીં અને પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો આપવો જાેઈએ. આ ઉપરાંત લારાનું માનવું છે કે, ઋષભ પંત છેલ્લા એક વર્ષમાં ખુબ જ પરિપક્વ થઈ ગયો છે અને ભારતના નંબર ૧ વિકેટકીપર બેટ્‌સમેન તરીકે તેના નામ પર વિચાર કરવો જાેઈએ.

લારાએ એક કાર્યક્રમમાં કહ્ય્šં કે, જ્યારે વાત વિકેટકીપિંગની આવે છે તો કેએલ રાહુલ પર વિકેટકીપિંગનો ભાર નાખવો જાેઈએ નહીં. તે એક સારો બેટ્‌સમેન છે અને તેને બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ અને મોટો સ્કોર બનાવવો જાેઈએ. તો પંત અંગે લારાએ કહ્ય્šં કે, ઋષભ પંત વિશે એક વર્ષ પહેલાં હું ન કહેતો, પણ તેણે બેટ્‌સમેનના રીતે પોતાની જવાબદારી સમજી છે. તે દિલ્હી કેપિટલ્સ માટે જે રીતે રમી રહ્યો છે, તેને જાેઈને લાગે છે કે તે પોતાની જવાબદારી સમજે છે. તે રન બનાવવા ઈચ્છે છે.

તો સંજુ સેમસન અંગે લારાએ કહ્ય્šં કે, આ ૨૫ વર્ષીય ક્રિકેટરને હજુ થોડા સુધારા કરવાની જરૂર છે. તે રાજસ્થાન રોયલ્સની તરફથી વિકેટકીપિંગ જવાબદારી નિભાવી રહ્યો નથી, પણ હું જાણું છું કે તે સારી વિકેટકીપિંગ કરી શકે છે. તે તેનું મુખ્ય કામ છે. તે સારો ખેલાડી છે અને શારજાહમાં તેણે સારી ઈનિંગ રમી છે. પણ તેની ટેકનિકમાં થોડી ખામી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *