ધી. બ્રહ્મર્ષિ કો. ઓ. સોસાયટી, મોડાસા દ્વારા રમતોત્સવ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું

બાળકો તથા સિનિયર સિટીઝનો દ્વારા રમતોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસાની અગ્રગણ્ય ધિરાણ મંડળી ધી. બ્રહ્મર્ષિ કો. ઓ. સોસાયટી મોડાસા દ્વારા આજ રોજ સભાસદો અને તેમના બાળકો માટે ન્યુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ, દોડ, બેડમિન્ટન, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કેરમ વગેરે જેવી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળી દ્વારા સભાસદ મિત્રો અને બાળકોને ઉત્સાહપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેના પગલે રમતોત્સવમાં બાળકો, સિનિયર સિટીઝન તથા સભાસદો મોટી સંખ્યામાં ખુબ ઉત્સાહ પૂર્વક રમતમાં ભાગ લીધો હતો. મંડળીના ચેરમેન કનુભાઈ જોષી, મંડળીના એમ. ડી કમલેશભાઈ ત્રિવેદી (એડવોકેટ), શશીકાંતભાઈ ભટ્ટ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તથા મંડળીના ડિરેક્ટરો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ ઉપાધ્યાય, મેનેજર સચિનભાઈ દેરાશ્રી, જયેશભાઈ જોષી, દર્શનભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM