યુનાઇટેડકિંગડમનાવડાપ્રધાનશ્રીબોરિસજોન્સનનુંઅમદાવાદએરપોર્ટખાતેઉષ્માપૂર્ણસ્વાગતકરતારાજ્યપાલશ્રી – મુખ્યમંત્રીશ્રી

ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ  દ્વારા ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી બોરીસ જૉનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર , મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *